નવી દિલ્હી: ચંદીગઢ યૂનિવર્સિટીમાં ગર્લ્સ હૉસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના આપત્તિજનક વીડિયો બનાવવાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. પોલીસે આરોપી વિદ્યાર્થિની પછી બે યુવકોની શિમલાથી ધરપકડ કરી છે. કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આરોપ છે કે ગર્લ્સ હૉસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ 60 વિદ્યાર્થિનીઓના નહાતા સમયે વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને તે આ વીડિયોને કોઇને મોકલતી હતી.
Advertisement
Advertisement
એવામાં સવાલ ઉભો થાય છે કે ભારતમાં આ રીતની હરકતોને લઇને શું કાયદો છે અને આરોપી વ્યક્તિ સામે કઇ કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તો અમે તમને જણાવીએ કે MMSને લઇને કાયદો શું કહે છે અને આરોપ સિદ્ધ થવા પર શું સજા થઇ શકે છે….
કઇ રીત હેઠળ કાર્યવાહી થશે?
મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થિની અને તેના બૉયફ્રેન્ડની ધરપકડ કરીને આઇપીસીની કલમ 354 સી અને આઇટી એક્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ લોકો પર આઇટી એક્ટની કલમ (66ઇ) પણ લગાવવામાં આવી છે. હવે આ કલમ હેઠળ તેમની પર કાર્યવાહી કરવામાં આવશે અને દોષી થવા પર જેલ પણ થઇ શકે છે.
શું છે સેક્શન 354 સી?
જો કોઇ વ્યક્તિ કોઇ મહિલાની તે સમયની તસવીર ક્લિક કરતો હોય અથવા વીડિયો બનાવે છે, જ્યારે તે કોઇ પ્રાઇવેટ એક્ટ કરી રહી હોય, અથવા જો કોઇ પોતાનું અંગત કાર્ય કરી રહી છે અને તે સમયે તેને આશા છે કે કોઇ તેને જોઇ નથી રહ્યુ. એવામાં તે વ્યક્તિ કોઇ મહિલાને કેમેરામાં કેદ કરે છે તો તેની આ હરકત પર કલમ 354 સી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે પ્રાઇવેટ એક્ટમાં તે તમામ ક્ષણ અને કામ સામેલ છે, જે પોતાની પ્રાઇવેસીમાં કરે છે. વીડિયોમાં જો મહિલાના પ્રાઇવેટ પાર્ટ દેખાય અથવા પછી મહિલા ઇનરવિયર્સમાં દેખાય અથવા પછી શૌચાલયનો ઉપયોગ કરતા જોવા મળે અથવા કોઇ એવુ કાર્ય કરતા જોવા મળે જે તે પબ્લિકમાં નથી કરી શકતી તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ કલમમાં દોષી થવા પર પ્રથમ વખત ભૂલ પર 1થી 3 વર્ષ અને પછી 3થી 7 વર્ષ સુધીની સજા થઇ શકે છએ. આ સાથે જ દોષી વ્યક્તિ પર દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
આઇટી એક્ટમાં શું જોગવાઇ છે?
IPCની સાથે જ આઇટી એક્ટમાં પણ આ રીતની હરકતો પર સજાની જોગવાઇ છે. આઇટી એક્ટમાં પણ કલમ 66 ઇ હેઠળ કોઇ પણ પ્રાઇવેસી ભંગ કરવા પર, કલમ 67 હેઠળ આપત્તિજનક સૂચનાઓના પ્રકાશન અને અશ્લીલ સૂચનાઓને પ્રકાશિત કરવા પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે જો તમારી સાથે પણ આવુ ક્યારેક થાય છે તો તેની ફરિયાદ પોલીસમાં કરો.
Advertisement