મોહાલી: ચંદીગઢ યૂનિવર્સિટીની ડી.એસ.ડબલ્યૂની રીતૂ રનૌતની ફરિયાદ પર ધડૂઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે એક યુવતીનો અશ્લીલ વીડિયો કોઇ બીજી યુવતીના ફોન પર આવ્યો હતો જે નહાતા બનાવવામાં આવ્યો હતો. આ યુવતી પર ફરિયાદ દાખલ થઇ છે, તેની ફરિયાદ વોર્ડનને અન્ય યુવતીઓએ કરી હતી, જે બાદ આરોપી યુવતીએ સ્વીકાર કર્યો કે તેને ફરિયાદમાં 8 યુવતીના વીડિયો બનાવડાવ્યા હતા અને પોતાના મિત્ર સન્ની જે શિમાલનો છે તેને મોકલ્યા હતા. MMS લીક કેસમાં વિવાદ ઉભો થતા મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી હતી અને હાઇ લેવલ તપાસના આદેશ આપ્યા હતા.
Advertisement
Advertisement
જોકે, આ વીડિયો બીજી વિદ્યાર્થિનીના ફોનમાં કેવી રીતે આવ્યો તે નથી જાણતી. ફરિયાદમાં કહેવામાં આવ્યુ કે આરોપી યુવતીએ સ્વીકાર કર્યો હતો હતો કે તેને વીડિયો ડિલેટ કરી નાખ્યો છે. ફરિયાદમાં લખ્યુ છે કે ફરિયાદ આપનારી યુવતીઓને શક છેકે તેમના પણ અશ્લીલ વીડિયો બનાવીને સેન્ડ કરવામાં આવ્યા છે.
બાથરૂમના દરવાજા નીચેથી વીડિયો બનાવ્યો
યૂનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ જણાવ્યુ કે વોર્ડને આરોપી વિદ્યાર્થીના ફોનમાંથી વીડિયોને ડિલેટ કરાવી નાખ્યા છે, જ્યારે તે યુવતીએ સ્વીકાર કર્યો હતો કે તેને વીડિયો બનાવ્યો છે, જેને કેટલીક યુવતીઓએ પણ જોયો હતો પરંતુ વિવાદ બાદ કોઇ પણ સામે આવવા નથી માંગતી. જે હોસ્ટેલમાં અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો તે હોસ્ટેલ પહેલા યુવકોની હતી. યુવકો માટે બનાવવામાં આવેલા બાથરૂમના દરવાજામાં નીચે જગ્યા ખાલી રહે છે અને ઉપરથી પણ તે કવર નથી થતી જેને કારણે કોઇ પણ નહાતા અથવા ચેન્જ કરતા સમયે વીડિયો બનાવી શકાય છે. વિદ્યાર્થિનીઓનું કહેવુ છે કે હોસ્ટેલનો રૂમ આપતા સમયે અહી આવનારા વિદ્યાર્થીઓનો બેકગ્રાઉન્ડ ચેક કરવામાં નથી આવતો જેને કારણે આવી ઘટનાઓ બનવી સ્વાભાવિક છે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યુ કે હોસ્ટેલની લૉબીમાં સીસીટીવી કેમેરા પણ નથી લગાવવામાં આવ્યા જ્યા કોઇ પણ પ્રવેશ કરી શકે છે.
વીડિયો લીક થવાનો દાવો કરતા હજારો વિદ્યાર્થિનીઓએ યૂનિવર્સિટીમાં રેલી કાઢી હતી અને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. MMS લીક કેસને લઇને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કર્યુ, યૂનિવર્સિટીની ઘટના વિશે સાંભળીને દુખ થયુ. અમારી દીકરી અમારૂ સમ્માન છે. આ ઘટનાની હાઇ લેવલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દોષીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement