વેકેશની શરુઆત થઈ ગઈ છે ત્યારે દરેક પરિવારમાં જીવનને બદલાવ આપવા માટે ક્યાંક ને ક્યાંક ફરવા જવાની ઈચ્છા સ્વાભાવિક રીતે થાય. આવા સમયે જો આટલી વાતોનું ધ્યાન નહીં રાખો તો હેરાન થવાનું બને. જેમ કે વધુ પડતી ભીડ, વધારે પૈસાનો ખર્ચ, રુમ કે સુવિધાઓનો અભાવ તમને મુશ્કેલીમાં મુકી શકે.
Advertisement
Advertisement
પહેલા ક્યાં જવું તે નક્કી કરવું ?
તમે ગરમીથી ત્રસ્ત છો એટલે સ્વાભાવિક રીતે તમે જવા માટે કોઈ હિલ સ્ટેશન કે દરિયા કિનારો પસંદ કરો છો. તમે થોડા દિવસ ગરમીથી મુક્ત થવા માંગતા હોવ તો પહેલા એ જગ્યાનું ટેમ્પરેચર ચકાસી લો. જો ત્યાંનું ટેમ્પરેચર ઓછું હોય તો તમારા માટે એ સ્થળ કામનું છે. કેટલાંક બીચ એવા લોકેશન પર છે કે ત્યાં તાપમાન અને ભેજનું પ્રમાણ વધારે હોય છે જે તમારા પ્લાનિંગને બગાડી શકે છે.
તમે જ્યાં જાઓ છો ત્યાં ભીડ, ટ્રાફિક અને રુમોની સુવિધાઓ વિશે તમે કેટલું જાણો છો ?
ઘણા સીધા જ બુકિંગ કરાવ્યા વિના પહોંચી જતા હોય છે અને પરિવાર સાથે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને ભીડનો ભોગ બનીને પાછા આવે છે. જો તમારે આ ન થવા દેવું હોય તો પહેલાં એવા સ્થળની અને એવા સમયની પસંદગી કરો કે જ્યારે તમે શાંતિથી એ સ્થળને માણી શકો.
ગઈ સાલ શિમલામાં એટલી ભીડ હતી કે કેટલીક ગલીઓમાં ચાલવાની જગ્યા ન હતી. જો તમે આવી સ્થિતિમાં ત્યાં જશો તો એના કરતાં આપણું ઘર ક્યાં ખોટું નથી ? આ જ સ્થિતિ ઘણીવાર પીક સિઝનમાં દરેક હિલ સ્ટેશનમાં થાય છે. આવી કંડીશનમાં તમે તમારો જવાનો સમય બદલી ને શાંતિનો અહેસાસ કરી શકો છો.
ધાર્મિક સ્થળોને ફરવાના સ્થળો સાથે ભેગા ના કરો
ઘણાં ધાર્મિક સ્થળોની સાથે ફરવા જવાના સ્થળોની મુલાકાત ગોઠવતા હોય છે. ધાર્મિક સ્થળોમાં સ્વાભિવિક રીતે ધક્કામુક્કી અને ભીડ વધુ હોય છે પરંતું તેની સામે તમે ફરવા નીકળ્યા છો તે તમારી અંગત શાંતિ માટે નીકળ્યા છો. તો આવા સમયે તમે ધાર્મિક સ્થળ માટે ચાલુ દિવસે પ્રવાસ ગોઠવી શકો.
અગાઉથી બુકિંગ કરાવો સાથે બુકિંગવાળી હોટલના રિવ્યૂ અચૂક જુઓ
કોમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાતા રુમ તે તેમની માર્કેટિંગનો ભાગ છે. તે રુમ અને હોટલ ખરેખર રોજ આ જ પ્રકારે મેઈન્ટેઈન થાય છે, શું ખરેખર તેનું લોકેશન દેખાય છે તેવું છે. આ વાત જાણવા માટે તમે તમારા એવા મિત્રને પૂછી શકો છો જે ત્યાં રુબરુ જઈને આવ્યો હોય. આ ઉપરાંત તેના રીવ્યૂ પણ જોઈ શકો.
જેટલું ઝીણું પ્લાનિંગ એટલી પ્રવાસમાં
બચત અને આયોજન થકી પ્રવાસનો સંતોષ
તમે જે જગ્યાએ ફરવા જાઓ છો તે ટુરિસ્ટ પ્લેસ હોવાથી ત્યાં શોપિંગમાં ચોક્કસ ઊંચા ભાવ હોવાના. હોટલ, જમવાનું અને જવા-આવવાના ખર્ચનો તો આપણને અંદાજ હોય છે પરંતુ ત્યાં પહોંચ્યા પછી શોપિંગમાં આપણે કોઈના બહાવમાં આવીને વધારે પડતો ખર્ચ કરી નાંખતા હોઈએ છીએ અને ઘણીવાર તો એવું બને છે કે આપણું આખું બજેટ આયોજનના અભાવે ખોરવાઈ જાય છે. બને તો શોપિંગમાં પણ એક ચોક્કસ પ્લાનિંગ કરશો તો તમને કોઈ છેતરી નહીં શકે. શોપિંગ માટે પણ શાંતિથી કોઈ જાણકારની સલાહ લો કે જેથી યોગ્ય અને સ્ટાન્ડર્ડ વસ્તુ મળે અને તમારા પૈસાનો અને સમયનો બગાડ ના થાય.
પરચૂરણ ખર્ચ પર બારીક નજર
ઉપરોક્ત બધાં જ ખર્ચ પછી સૌથી વિચારવા જેવો છે પરચૂરણ ખર્ચ. પરચૂરણ ખર્ચમાં રાઈડની ફી, ઘોડાની ફી, પાર્ક કે ઝૂ કે પછી કોઈ મ્યુઝિયમની ટિકિટ ઇત્યાદીમાં ઘણીવાર થોડા થોડા કરતાં ઘણાં પૈસા ખર્ચાઈ જાય છે. તો આવા ખર્ચ પર નિયંત્રણ રાખવાની વાત નથી પરંતુ ખરેખર તે જોવા જવા જેવું છે કે નહીં અને તેની પાછળ પૈસા બગાડવા જેવા છે કે નહીં. આ માટે તેનું અગાઉથી આયોજન કરશો તો પૈસા અને સમય બંને બચશે.
Advertisement