ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી WTC ફાઈનલના ત્રીજા દિવસની પ્રથમ સેશનની રમત પૂરી થઈ છે. ભારતે લંચ સમયે છ વિકેટે 260 રન નોંધાવ્યા છે. અજિંક્ય રહાણે 89 અને શાર્દુલ 36 રન બનાવીને રમી રહ્યા છે. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ છે.
Advertisement
Advertisement
શાર્દુલ ઠાકુર અને અજિંક્ય રહાણે વચ્ચે સાતમી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ ચૂકી છે. રહાણે તેની સદી અને શાર્દુલ તેની અડધી સદીની નજીક પહોંચી ગયા છે. આ બન્ને બેટ્સમેનોની શાનદાર બેટિંગના કારણે ભારતનો સ્કોર છ વિકેટે 250 રનને પાર કરી ગયો છે. હવે ભારતીય ટીમ પરથી ફોલોઓનનો ખતરો લગભગ ટળી ગયો છે. 60 ઓવરના અંતે પ્રથમ ઈનિંગમાં ભારતનો સ્કોર 260 રન છે.
આ અગાઉ ભારતે ગઈકાલે પાંચ વિકેટે 151 રને અધૂરો રહેલો તેનો પ્રથમદાવ આજે આગળ ધપાવ્યો હતો. જોકે, 152ના કુલ સ્કોરે ભરત શ્રીકર અંગત પાંચ રને બોલેન્ડની બોલિંગમાં બોલ્ડ થતાં ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. જોકે, તે પછી રમતમાં આવેલા શાર્દુલ ઠાકરે અજિંક્ય રહાણે સાથે જોડાઈને સ્કોરને શાનદાર બેટિંગ દ્વારા મક્કમતાપૂર્વક આગળ વધાર્યો હતો. લંચ સુધીમાં ભારતે બીજી કોઈ વિકેટ ગુમાવી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 469 રન નોંધાવ્યા હતા. તે પછી બેટિંગમાં આવેલા ભારતે બીજા દિવસના અંતે પાંચ વિકેટ ગુમાવીને 151 રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા 15, શુબ્મન ગિલ 13, ચેતેશ્વર પૂજારા 14 અને વિરાટ કોહલી 14 તથા રવિન્દ્ર જાડેજા 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 51 બોલમાં આક્રમક 48 રનની ઈનિંગ રમીને આઉટ થયા હતા.
Advertisement