અમદાવાદમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે, ઈસ્કોન બ્રિજ પર થયેલા દર્દનાક અકસ્માતને લોકો ભૂલી પણ શક્યા નથી ત્યારે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના માણેકબાગ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે દારૂના નશામાં ધૂત બીએમડબલ્યુના ચાલકની કાર ટકરાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સરકારી સંપત્તિને નુકસાન થયું છે. અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
અમદાવાદમાં મોંઘી કારોની ટક્કરનો ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માણેકબાગ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક BMW કાર બેકાબૂ થઈને અથડાઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત કારનો નંબર GJ-01-KA-6566 છે. આ કાર જજીસ બંગલો તરફથી આવી રહી હતી અને માણેકબાગ વિસ્તારમાં અનિયંત્રિત થઈને અથડાઈ હતી. કમલેશ બિશ્નોઈ નામનો ચાલક BMW કાર ચલાવી રહ્યો હતો. પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો.
ઈસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, થોડાં દિવસ પહેલા જ શહેરના મણિનગર વિસ્તારમાં એક મોંઘીદાટ કાર બેંકમાં ઘુસી ગઈ હતી. બેંકની આજુબાજુ કેટલાક લોકો બેઠા હતા પરંતુ કારની સ્પીડ જોઈને ત્યાં બેઠેલા લોકો ભાગી ગયા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે તે પણ નશાની હાલતમાં હતો. એટલું જ નહીં પોલીસને તેની કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હતી. ત્યારબાદ, પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને તેને જાહેરમાં માર માર્યો હતો. તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ એક મહિના સુધી મેગા ડ્રાઈવ ચલાવશે
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ટ્રાફિક નિયમો અંગે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ મેગા ડ્રાઈવ એક મહિના સુધી ચાલશે. ઓવરસ્પીડ, સ્ટંટમેન અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓએ નિયમો તોડનારાઓના વાહનો સીધા પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, એટલું જ નહીં, કોઈની ભલામણથી પણ કાયદેસરની કાર્યવાહી અટકાવવામાં આવશે નહીં.
ડીજીપીએ કડક આદેશ આપ્યા
ગુજરાત ડીજીપી દ્વારા વધુ ઝડપે વાહન ચલાવનારા, સ્ટંટ કરનારા, લાયસન્સ, હેલ્મેટ, સિગ્નલનો ભંગ કરનારા અને ખોટી રીતે ડ્રાઇવિંગ કરવા સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક મહિના માટે વિશેષ પોલીસ ઝુંબેશ ચલાવવામાં આવે તેમ આદેશમાં કહેવામાં આવ્યું છે.
Advertisement