સીતા નવમી 29 એપ્રિલ 2023 ના રોજ છે. સીતા નવમીને જાનકી જયંતિ અને મૈથિલી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર, દેવી સીતા રાજા જનક અને માતા સુનયનાની પુત્રી છે, પરંતુ માતા સીતાએ દેવી સુનયનાના ગર્ભમાંથી જન્મ લીધો ન હતો. તો પછી દેવી સીતા કેવી રીતે રાજા જનકને મળી, ચાલો જાણીએ માતા સીતાની જન્મ કથા.
માતા સીતાનો જન્મ કેવી રીતે થયો?
શાસ્ત્રો અનુસાર રાજા જનકને કોઈ વસ્તુની કમી નહોતી, તેમનું જીવન ધન-ધાન્યથી ભરેલું હતું પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. આ કારણે રાજા જનક ખૂબ જ નિરાશ રહેતા હતા. એકવાર મિથિલામાં ભયંકર દુકાળ પડ્યો. ખોરાક અને પાણીની અછતના કારણે લોકો ભારે પરેશાન બન્યા હતા. આવી સ્થિતિમાં, ઋષિમુનિઓએ જનકજીને રાજ્યમાં યજ્ઞનું આયોજન કરવાની સલાહ આપી, યજ્ઞ પૂરો થાય તે પહેલાં જનકજીએ પોતાના હાથે ખેતરમાં હળ ચલાવવાનું હતુ.
ખેતરમાં હળ ચલાવતા સમયે માતા સીતા મળી આવ્યા હતા.
ઋષિઓના કહેવા મુજબ, જનકજીએ ખેતરમાં ખેડાણ કરવાનું શરૂ કર્યું, જ્યારે અચાનક તેમનું હળ કોઈ ધાતુ સાથે અથડાયું. ઘણી કોશિશ કર્યા પછી પણ જ્યારે જનક જી તેને હટાવી શક્યા નહીં તો તેમણે તે જગ્યા ખોદવાનું શરૂ કર્યું. ત્યાંથી એક કળશ નીકળ્યો. જનકજીએ જેવુ કળશનું ઢાંકણું હટાવ્યું કે તરત જ તેમાં એક નવજાત બાળકી હસતી જોવા મળી.રાજા જનકને કોઈ સંતાન ન હતું, તેથી તેઓ છોકરીને પોતાની પુત્રી માનીને મહેલમાં લઈ ગયા અને બાળકીનું નામ સીતા રાખ્યું.
‘સીતા’ નામ કેવી રીતે પડ્યું?
ખેતરમાં ખેડતા સમયે કળશ હળ સાથે અથડાતા ત્યારે રાજા જનકને સીતા મળી. હળની આગળની બાજુએ આવેલા ભાગને સીતા કહેવામાં આવે છે, તેથી તેનું નામ સીતા રાખવામાં આવ્યું. રાજા જનક દેવી સીતાને ખૂબ સ્નેહ કરતા હતા, તેથી તે જાનકી અને જનક દુલારી તરીકે પ્રખ્યાત થયા. દેવી સીતા જ્યાં પ્રગટ થયા તે સ્થાન સીતામઢી તરીકે ઓળખાય છે. આજે પણ સીતામઢીમાં દેવી સીતાની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતા નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Advertisement