- પંચમહાલમાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢના ડુંગર પર આગ લાગવાથી હજજારો વૄક્ષોને નુકસાન થવાની આશંકા છે.
ડુંગર પર આગને કારણે વુક્ષો લપેટમાં આવ્યા હોવાના અહેવાલ છે. આ આગને કેવી રીતે કાબૂમાં લેવી એ માટે ફાયર અધિકારીઓ અને વનવિભાગ એલર્ટ થઈ ગયા હતા.
સુરક્ષાને ધ્યાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આગની જાણ મળતા પંચમહાલ વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. મંદિરમાં કે આસપાસના વિસ્તારોમાં આગના કારણે કોઈ નુકસાન હોવાના અહેવાલ નથી.
ઘટનાની વિગતો એવી છે કે શનિવારે રાત્રિના સમયે ગુજરાતનાં જાણીતા યાત્રાધામ પાવાગઢના ડુંગર પર આગ લાગી છે. જંગલમાં આગ પ્રસરતા સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા હતા. આગ લગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આગ લાગ્યાની જાણ થતાં જ પંચમહાલનું વન વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે અને સાથે જ સ્થાનિક પોલીસ પણ એલર્ટમાં આવી ગઈ છે.
Advertisement
Advertisement
Advertisement