હિન્દુ, મુસ્લીમ, શિખ, ખ્રિસ્તી, પારસી, યહુદી, જૈન, બૌદ્ધ,તાઓ, બહાઈ જેવા તમામ ધર્મોમાં એક બાબત સામાન્ય છે અને એ છે પાંચ શીલ. પરંતુ તેનું પાલન કરવું દરેકને આકરું પડે છે. ખાસ કરીને જીવનમાં ઉતારવા અઘરા છે.
Advertisement
Advertisement
પાંચ શીલ એટલે ખોટું ન બોલવું, હિંસા ન કરવી, વ્યસન ન કરવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો.
ઉપરોક્ત પાંચેય વસ્તુઓને દરેક ધર્મમાં સમાવિષ્ટ કરવામાં આવી છે અને આ પાંચેય વાતને પાંચ શીલ કહેવામાં આવ્યા. ભગવાન બુદ્ધે તો ત્યાં સુધી કહ્યું છે કે શીલ પાલન કરનાર વ્યક્તિ દેવોને પ્રિય બને છે. સમાજમાં સન્માન પામે છે અને તેનું સ્વાસ્થ્ય અને ઓજસ્વીપણું વધે છે.
હિન્દુ ધર્મમાં તેને યમ નિયમ કહે છે. હિન્દુ ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે કે જે આ પાંચેય વ્રત ધારણ કરે છે તેને કોઈ આપત્તિ આવતી નથી. પરંતુ મોટા ભાગના લોકો ક્યાંકને ક્યાંક આ પાંચેય શીલ તોડે છે.
ઇસ્લામમાં પણ ઉપરોક્ત પાંચેય વાતનું પાલન કરવાથી વ્યક્તિ પવિત્રતાની અનુભૂતિ કરે છે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. આ પાંચેય વસ્તુને અનુસરનારા ફરિશ્તાઓને પ્રિય છે.
ખ્રિસ્તી ધર્મમાં પણ પાંચ શીલને કમાન્ડમેન્ટ્સમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જે ખ્રિસ્તી આ કમાન્ડમેન્ટ્સનું પાલન કરે છે તે એન્જલને પ્રિય છે તેવું લખ્યું છે.
આ તો વાત થઈ સંપ્રદાયોની પરંતું આપણાં મહાપુરુષોમાં કબીર અને નરસિંહ મહેતા ઉપરાંત ગાંધીજીએ પણ આ પાંચશીલની વાત કરી છે. પાંચ શીલનું પાલન કરનાર વ્યક્તિ શાંતિની ઊંઘ લે છે અને શાંતિથી જીવી શકે છે. મનની શાંતિ માટે આ પાંચેય શીલનું પાલન કરવું ખૂબ અગત્યનું છે.
આ પાંચેય શીલનું પાલન કરવા માટે ગુરુ નાનકે પણ તેમની ગુરુવાણીમાં વાત કરી છે.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં ઉપરોક્ત ગુણ ધારણ કરનાર મને ખૂબ પ્રિય છે તેવું કહીને પૂજાપાઠ કરતાં પણ આચરણને વિશેષ મહત્ત્વ આપવાનું કહ્યું છે.
Advertisement