9/11 Attack Anniversary: વિશ્વના સૌથી તાકાતવર દેશ અમેરિકા પર આજના દિવસે જ 11 સપ્ટેમ્બરે ઘાતક આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ ન્યૂયૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરને પોતાનું નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં આશરે 3 હજાર લોકોના મોત થયા હતા. આ હુમલાથી માત્ર અમેરિકા જ નહી પણ આખી દુનિયા ડરી ગઇ હતી. આજે અમેરિકા પર થયેલા આ હુમલાને 21 વર્ષ પૂર્ણ થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડન અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ 9/11 હુમલાના પીડિતોને સમ્માનિત કરવા અને તેમણે યાદ કરવા માટે દેશભરમાં યાત્રા કરશે.
Advertisement
Advertisement
2977 લોકોએ જીવ ગુમાવ્યા હતા
આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલા ચાર હુમલામાં 2977 લોકોના મોત થયા હતા. જેમાંથી 19 હાઇજેકર આતંકી પણ સામેલ છે. જે લોકો માર્યા ગયા તેમાં ચાર વિમાનમાં સવાર 246, વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને તેની આસપાસના વિસ્તારમાં 2606 અને પેંટાગનમાં હાજર 125 લોકો સામેલ હતા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના સામાન્ય નાગરિક સામેલ હતા. બીજી તરફ રાહત અને બચાવ કાર્ય દરમિયાન 344 બચાવ કર્મી, 71 પોલીસ કર્મી અને 55 સેન્યકર્મી પણ માર્યા ગયા હતા.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ક્રેશ થયુ હતુ વિમાન
ઓસામા બિન લાદેને આ આતંકી હુમલાને અંજામ આપવા માટે 19 આતંકીઓને સામેલ કર્યા હતા. આ આતંકીઓએ અમેરિકાનું વિમાન હાઇજેક કર્યુ હતુ અને પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ક્રેશ કરી દીધુ હતુ. બન્ને બિલ્ડિંગમાં બે અલગ અલગ વિમાન ક્રેશ થયા હતા જેમાં હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. બીજી તરફ હજારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
9/11 આતંકી હુમલાને આજે 21 વર્ષ પૂર્ણ થયા
અમેરિકાના 9/11 આતંકી હુમલાને આજે 21 વર્ષ પૂરા થઇ ગયા છે. આ દિવસ અમેરિકા માટે કાળો દિવસ ગણાય છે. અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી મોટો આતંકી હુમલો હતો જેને અલ કાયદાએ અંજામ આપ્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાનમાં બેઠેલા ઓસામા બિન લાદેને આ ષડયંત્ર રચ્યુ હતુ.
શું થયુ હતુ તે દિવસે
11 સપ્ટેમ્બર, 2001ની સવારે અલ કાયદાના આતંકીઓએ ચાર વિમાન હાઇજેક કરી લીધા હતા, જેમનો અર્થ વિમાનને અલગ-અલગ ઐતિહાસિક સ્થળો પર ક્રેશ કરાવવાનો હતો. સૌથી પહેલા પ્લેન ક્રૈશ અમેરિક એરલાઇન ફ્લાઇટ 11નો થયો હતો જે ન્યૂયોર્ક શહેરમાં સવારે 8.46 વાગ્યે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉત્તરી ટાવરને ટકરાયો હતો. તેના 17 મિનિટ પછી યૂનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 175 દક્ષિણી ટાવર સાથે ટકરાઇ હતી. આશરે 9.37 વાગ્યે અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 77 વૉશિંગ્ટન સ્થિત અમેરિકન સંરક્ષણ મંત્રાલય પેન્ટાગનને ટકરાઇ હતી અને ચોથી હાઇજેક ફ્લાઇટ 93નું લક્ષ્ય વ્હાઇટ હાઉસ અથવા યૂએસ કેપિટલ બિલ્ડિંગને નિશાન બનાવવાનું હતુ પરંતુ મુસાફરોના ઝઘડાને કારણે આતંકીઓના હાથમાંથી વિમાનનો કંટ્રોલ છૂટી ગયો હતો અને તે પેન્સિલવેનિયાના શૈંક્સવિલના મેદાન વિસ્તારમાં જઇને પડ્યુ હતુ.
Advertisement