ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. ગુજરાત ચૂંટણીનું પુરૂ ફોકસ સૌરાષ્ટ્ર થઇ ગયુ છે, આવુ એટલા માટે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બન્ને આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દ્વારકાના ખંભાળિયામાં ઇસુદાન ગઢવી માટે પ્રચાર કર્યો હતો.
Advertisement
Advertisement
સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 48 બેઠક આવે છે. મધ્ય ગુજરાત (61 બેઠક) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં પોતાની અલગ વિશિષ્ટ સંસ્કૃતિ, બોલી અને રાજકીય મિજાજ છે. ઉદાહરણ માટે આ વિસ્તારમાંથી એક હતો જ્યા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તે સમયે જમીની પકડ ગુમાવી રહી હતી જ્યારે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર મોદીનું કદ અને પાવર વધી રહ્યુ હતુ. ભાજપની સત્તા દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભાજપનો દબદબો વધ્યો હતો પરંતુ સૌરાષ્ટ્રની સ્થિતિ તેનાથી અલગ હતી.
મોદી સરકાર દરમિયાન, BJP ગુજરાતના બાકી ભાગમાં વધી પરંતુ સૌરાષ્ટ્રમાં સ્થિર રહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002માં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જ રાજકોટ-2 બેઠક પરથી પોતાની પ્રથમ ચૂંટણી જીતી હતી. આ 2002ના ગુજરાત રમખાણ પહેલાની વાત છે.
મોદી કાર્યકાળની શરૂઆતમાં પાર્ટીએ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કારણ કે જે બે બેઠક (મધ્ય ગુજરાતમાં વડોદરાની સયાજીગંજ અને દક્ષિણ ગુજરાતની મહુવા બેઠક)માં પેટા ચૂંટણી યોજાઇ હતી, ત્યા બન્નેમાં ભાજપનો કોંગ્રેસ સામે પરાજય થયો હતો.
તે પછી રમખાણ થયા અને આખા ગુજરાતનું રાજકીય પરિદ્રષ્ટ બદલાઇ ગયુ. ભાજપે રમખાણ પહેલા વધુ પ્રભાવિત વિસ્તાર શહેરી મધ્ય ગુજરાતમાં અભૂતપૂર્વ પકડ બનાવી લીધી.
મોદીએ પણ પોતાનું પૉલિટિકલ ગ્રાઉન્ડ બદલી નાખ્યુ, તે સૌરાષ્ટ્રના રાજકોટથી અમદાવાદના મણિનગરમાં શિફ્ટ થઇ ગયા. આ એક મહત્વનું ફેક્ટર હતુ જેને આ જોવા મળ્યુ કે ભાજપ મધ્ય ગુજરાતમાં પકડ બનાવી પરંતુ સૌરાષ્ટ્રમાં જાદૂ ના ચલાવી શકી.
2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં ફાયદો થયો પરંતુ 1995ના પરિણામની તુલનામાં સૌરાષ્ટ્રમાં પાર્ટીની 11 બેઠક ઓછી થઇ ગઇ. ભલે અન્ય વિસ્તારમાં કોંગ્રેસની પકડ નબળી થઇ ગઇ હોય પરંતુ આ વિસ્તારમાં તેને 10 બેઠકનો વધારો થયો.
2007માં સૌરાષ્ટ્ર વિસ્તાર ચૂંટણી પરિણામ લગભગ 2002 જેવા જ હતા. 2007ની ચૂંટણીમાં જ્યા સૌરાષ્ટ્રમાં ભાજપને એક બેઠકનો ફાયદો થયો જ્યારે કોંગ્રેસને એક બેઠકનું નુકસાન થયુ હતુ. પરંતુ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત સૌરાષ્ટ્રમાં ભાજપની બેઠકમાં ઘટાડો થયો જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષને ફાયદો થયો હતો.
2017ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે સૌરાષ્ટ્ર વિસ્તારનું પરિણામ કોઇ ઝટકાથી ઓછુ નહતુ. ત્રણ દાયકામાં આ પ્રથમ વખત હતુ જ્યારે અહી ભાજપની બેઠક કોંગ્રેસ કરતા ઓછી રહી હતી.
સૌરાષ્ટ્રને કેમ અલગ બનાવે છે? 3 ફેક્ટર
સૌરાષ્ટ્ર રાજકીય પરિદ્રશ્યમાં જાતિ વિભાજન મુખ્ય કેન્દ્રમાં છે. આ મહત્વનું ફેક્ટર છે જે સૌરાષ્ટ્રને અલગ કરે છે, તેનું કારણ ભાજપ અહી ક્રૉસ-કાસ્ટ હિન્દૂ એકીકરણ કરી શકી નથી, જ્યારે ગુજરાતના અન્ય ભાગમાં પાર્ટી આ કરવામાં સફળ રહી છે.
2002ના ગુજરાત રમખાણ પછી પણ સૌરાષ્ટ્રમાં ઘેરાબંધી થઇ શકી નથી. તુલનાત્મક રીતે સૌરાષ્ટ્ર હિંસાથી ઓછો પ્રભાવિત હતો.
પાટીદાર, ક્ષત્રિય અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સામેલ વિવિધ જાતિ જેવી કે કોળી, મેર અને વાઘેર વગેરે સૌરાષ્ટ્રના રાજકીય પરિદ્રશ્ય પર હાવી છે.
સૌરાષ્ટ્રમાં જાતિગત વર્ચસ્વ ઘણુ મજબૂત છે. આ કારણે અહી દલિત વિરૂદ્ધ હિંસા પણ વધારે થાય છે. ઉનામાં માર મારવાની જે ઘટના બની હતી તે સૌરાષ્ટ્રના ગિર-સોમનાથ જિલ્લામાં આવેલુ છે.
ભાજપ અને કોંગ્રેસ બન્ને ચૂંટણી દરમિયાન વિસ્તારમાં અલગ અલગ જાતિના સમૂહો વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે. કેટલીક બેઠકો પર બન્ને પાર્ટી તે જાતિ સમૂહના ઉમેદવારને ચૂંટણીના રણમાં ઉતારે છે, જે જાતિનો તે વિસ્તારમાં દબદબો હોય. ઉદાહરણ માટે પોરબંદરમાં ચૂંટણી જંગમાં મુખ્ય રીતે મેર સમુદાયના ઉમેદવારો વચ્ચે જંગ થતો રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ભાજપની બેઠકોની કમીનું એક મહત્વનું કારણ કેશુભાઇ પટેલને ખુણામાં ધકેલવાનું રહ્યુ હતુ. તે આ વિસ્તારના મોટા પાટીદાર નેતા હતા.
ગ્રામીણોની વસ્તી વધારે
ગુજરાત ભારતનું સૌથી શહેરીકૃત રાજ્યમાંથી એક છે. 2011ની જનગણના અનુસાર, ગુજરાતની લગભગ 43 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જામનગર અને ભાવનગર જેવા કેટલાક શહેરી વિસ્તારને છોડીને મોટાભાગના ગ્રામીણ વિસ્તાર છે.
આ કારણે આ વિસ્તાર શહેરી રાજકીય દબદબા માટે અનુકૂળ નથી, જેને મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 2000 અને 2010ના દાયકામાં મેળવ્યુ હતુ, તે દબદબાને કારણે કેટલીક શહેરી બેઠકો પર પાર્ટીને ભારે અંતરથી જીત મળી હતી. કૃષિ સંકટ પણ ઘણુ છે. આ વિસ્તારનો મુખ્ય પાક કપાસ છે, આ પાકને ઉગાડનારા ખેડૂતો પર સંકટ છે.
પાટીદાર આંદોલનની પાછળનું મુખ્ય કારણ કૃષિ સંકટ અને યુવાઓ માટે નોકરીની કમી પણ હતુ.
મજબૂત સ્થાનિક નેતા
સૌરાષ્ટ્રની રાજનીતિ સ્થાનિક છે. પાર્ટીથી અલગ પણ કેટલાક નેતાઓની બોલબાલા છે. મોદીના કાર્યકાળમાં સૌરાષ્ટ્રમાં પોતાનો પ્રભાવ બનાવી રાખવા માટે ભાજપે મોટા પાયે કોંગ્રેસને મજબૂત સ્થાનિક નેતાઓની સાથે સાથે અપક્ષ નેતાઓના પ્રવેશ પર પણ વિશ્વાસ કર્યો છે.
ઉદાહરણ માટે, દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 1990 પછી પબુભા માણેક હાર્યા નથી. અપક્ષ ઉમેદવાર તરીકે પ્રથણ ત્રણ ચૂંટણી જીતનારા પબુભા માણેકે 2002માં કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી અને 2007ની ચૂંટણી પહેલા તે ભાજપમાં જતા રહ્યા હતા, ત્યારથી તે ભાજપમાં છે.
એક અન્ય મજબૂત સ્થાનિક નેતા ધોરાજીના પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયા હતા, જે કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા હતા.
જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાં જતા રહ્યા હતા. 2017 પછી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ હતુ અને ભાજપમાં જોડાયા હતા.
આ ચૂંટણીમાં શું થઇ શકે છે?
જાતિ લહેરનો સ્પષ્ટ રીતે અભાવ
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોટાને લઇને થયેલુ પાટીદાર આંદોલન, તેના જવાબમાં થયેલુ ઓબીસી આંદોલન અને ઉનામાં દલિતોને માર મારવાની ઘટના છવાયેલી રહી હતી. આ ત્રણેય મુદ્દાને કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો જ્યારે ભાજપ નુકસાનમાં ગયુ હતુ.
આ વખતે આવી કોઇ લહેર નથી, જેનાથી ચૂંટણી સ્થાનિક બની શકે છે. આ સ્થિતિમાં ઉમેદવારની પસંદગી મહત્વ ધરાવે છે.
મોરબીની ઘટના
આ વખતે ચૂંટણી અભિયાન શરૂ થયા પહેલા મોરબી પુલ દૂર્ઘટના થઇ હતી. આ ભયંકર આફતમાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા 135 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભલે લોકોના મગજમાં આ ઘટના ફરી રહી હોય પરંતુ આ સ્પષ્ટ નથી કે આ એક નિર્ણાયક મુદ્દો બનશે કે નહી બને.
ગત વખતે, મોરબી જિલ્લામાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ પરંતુ બાદમાં પક્ષ પલટાને કારણે પાર્ટીએ તેને સારૂ કર્યુ હતુ. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ખુદ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા અને તેમણે પછી મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટી
ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. ઇસુદાન ગઢવી સૌરાષ્ટ્રની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે.
પાટીદાર સમાજ વચ્ચે અસંતોષને કારણે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં ફાયદો થવાની આશા કરી રહી છે. જોકે, આ સ્પષ્ટ નથી કે શું આમ આદમી પાર્ટી ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોને મતમાં બદલી શકશે.
Advertisement