નવી દિલ્હી: હવે ભારતીય વાયુસેનાની મહિલા પાયલોટ પણ ચિનૂક હેલિકૉપ્ટર ઉડાવશે. ચિનૂક હેલિકૉપ્ટર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સેનાની તૈનાતીમાં મહત્વની ભૂમિકા નીભાવી રહ્યા છે અને ભારે હથિયારો સહિત અનેક સામાન પુરો પાડી રહ્યા છે. વાયુસેનાએ પ્રથમ વખત ચિનૂક હેલિકૉપ્ટર યૂનિટમાં બે મહિલા પાયલોટની તૈનાતી કરી છે. એક મહિલા પાયલોટને ચંદીગઢ અને બીજા આસામમાં સંચાલિત થઇ રહેલા ચિનૂક યૂનિટમાં તૈનાત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
આ બે મહિલા પાયલોટની નિયુક્તિ થઇ
સ્કવોડ્રન લીડર પારૂલ ભારદ્વાજ અને સ્વાતિ રાઠોડ હવે ચિનૂક હેલિકૉપ્ટર ઉડાવશે, તેમણે ચંદીગઢ સ્થિત ‘ફીધરવેટ્સ’ યૂનિટ અને આસામના મોહનબાડી સ્થિત ‘માઇટી ટેલન્સ’ યૂનિટમાં મોકલવામાં આવ્યા છે. આ બનને જાબાંઝ પહેલા Mi-17V5 હેલિકૉપ્ટર ઉડાવતા હતા. મહત્વપૂર્ણ છે કે ભારત પાસે આ સમયે 15 ચિનૂક હેલિકૉપ્ટર છે અને તેમણે લદ્દાખ વગેરે સ્થળો પર તૈનાત કરવામાં આવ્યા છે, તેમણે 2019માં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.
બન્નેના નામે છે કેટલીક સિદ્ધિ
પારૂલ ભારદ્વાજ 2019માં Mi-17V5ની આ ઉડાનની કેપ્ટન હતી, જેમાં તમામ મહિલાઓ હતી. આ પ્રથમ એવી ઉડાન હતી જેને પુરી રીતે મહિલાઓએ ઓપરેટ કર્યુ હતુ. રાઠોડની વાત કરીએ તો પ્રથમ મહિલા હેલિકૉપ્ટર પાયલોટ છે, જેને 2021ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં હેલિકૉપ્ટર ઉડાવ્યુ હતુ. આ બન્નેને આ જવાબદારી એવા સમયમાં સોપવામાં આવી છે, જ્યારે વાયુસેના સહિત સેનાના ત્રણ અંગ વધુ મહિલાઓ માટે પોતાના દરવાજા ખોલી રહી છે.
Mi-17થી અલગ છે ચિનૂક ઉડાવવુ- અધિકારી
એક અધિકારીએ જણાવ્યુ કે ચિનૂકમાં ઉડાન ભરવુ Mi-17 અથવા કોઇ પણ બીજા હેલિકૉપ્ટરની તુલનામાં પુરી રીતે અલગ છે. આ વાયુસેના પાસે એકમાત્ર ટેંડમ રોટર એરક્રાફ્ટ છે, જે કેટલીક રીતની ભૂમિકા નીભાવે છે, તેનું કંટ્રોલ અલગ છે અને તેને ઉડાવવુ પુરી રીતે અલગ છે. મહત્વપૂર્ણ છે કે, આ હેલિકૉપ્ટરનું નિર્માણ બોઇંગે કર્યુ છે અને તેને ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઉત્તર અને પૂર્વી સેક્ટરમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ છે ચિનૂકની ખાસ વાતો
ચિનૂક હેલિકૉપ્ટર લગભગ 11,000 કિલો વજન સુધીના હથિયાર અને સૈનિકોને લઇને ઉડાન ભરી શકે છે
હિમાલયના પ્રદેશમાં ઉંચાઈ પર ઉડાન ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેને નાના હેલિપેડ પર સરળતાથી લેન્ડ કરી શકાય છે.
315 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ ધરાવતું આ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં પણ ઉડી શકે છે.
હથિયારો, સૈનિકોના પરિવહન ઉપરાંત, તેનો ઉપયોગ આપત્તિ રાહત કાર્ય માટે પણ થઈ શકે છે.
Advertisement