કાનપુરથી ઇન્દોર જઇ રહેલુ ઇન્ડિગોનું વિમાન ટેકઓફ કરી શક્યુ નહતુ. રન વે પર પહોચ્યા બાદ ટેકનિકલ ખરાબી થઇ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે વિમાનનું એન્જિન રન વે પર પહોચ્યા બાદ ખરાબ થઇ ગયુ હતુ. તે બાદ તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. કાનપુરમાં રમાઇ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ રમવા પહોચેલા ક્રિકેટર્સ પણ વિમાનમાં સવાર હતા. રન વે પર વિમાન ઉભુ થઇ જતા અન્ય વિમાનના લેન્ડિંગમાં પણ મુશ્કેલી પડી હતી. મુંબઇથી પહોચેલુ એક વિમાન હવામાં ચક્કર લગાવતુ રહ્યુ હતુ. ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ આ વિમાનમાં રોડ સેફ્ટી સીરિઝ રમવા માટે ઇંન્દોર જઇ રહી હતી.
Advertisement
Advertisement
कानपुर में इंडिगो का विमान रनवे पर था, तभी उसके इंजन में खराबी आ गई. इस विमान में लीजैंड क्रिकेट लीग में शामिल होने वाली इंग्लैंड और साउथ अफ्रीका की टीम के खिलाड़ी भी सवार थे. विमान इंदौर जा रहा था. सभी यात्रियों को सुरक्षित निकाल लिया गया है. pic.twitter.com/BlBoiYFtSX
— Nitesh Ojha (@niteshojha786) September 16, 2022
કહેવામાં આવે છે કે ચાર્ટર્ડ કેટેગરીનું આ વિમાન બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ ચકેરી એરપોર્ટથી ઉડાન ભરવાની હતી. રન વે પર આવ્યા બાદ વિમાન ખરાબ થયુ હોવાની વાત ખબર પડી હતી, તેનું એન્જિન કામ કરતુ નહતુ. આ કારણએ વિમાન ઉડી શક્યુ નહતુ.
વિમાનથી ક્રિકેટરોએ ઇન્દોર જવાનું હતું. વિમાનના રન વે પર જ ઉભા થવાથી ઇન્ડિગોની મુંબઇથી આવતી ફ્લાઇટ પર કેટલાક કલાક પછી ચકેરી એરપોર્ટ પર ઉતરી હતી. ઇન્ડિગોએ મુંબઇ ફ્લાઇટમાં ક્રિકેટરોને બેસાડીને ઇન્દોર માટે રવાના કર્યા હતા. એકાએક મુંબઇની ફ્લાઇટ રદ થતા મુસાફરોએ હંગામો કર્યો હતો. ઇન્ડિગો મેનેજમેન્ટ મુસાફરોને શાંત કરવામાં લાગેલુ રહ્યુ હતુ.
Advertisement