રાજસ્થાન (Rajasthan) લમ્પી ચામડી રોગે (Lumpy skin disease) કાળો કેર વરસાવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર અત્યાર સુધી રાજસ્થાનમાં 54 હજાર ગૌવંશોના મોત થઈ ચૂક્યા છે. હવે આને લઈને મુખ્યમંત્રી અશોક ગહેલોતે (CM Ashok Gehlot) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખ્યો છે. સીએમ ગહેલોતે લમ્પી બિમારીને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરી છે.
Advertisement
Advertisement
રાજસ્થાનમાં ઝડપી ફેલાઈ જનાર લમ્પીના કારણે દૂધ ઉત્પાદન ઉપર પણ અસર પડી છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં પશુધન આજીવિકાનું મુખ્ય સાધન હોવાના કારણે સ્થિતિ વધારે બગડવાની આશંકા છે.
મુખ્યમંત્રીએ પત્રમાં કહ્યું છે કે આ મહામારીના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારના પ્રભાવી સહયોગની આવશ્યકતા છે. લમ્પીને મહામારી જાહેર કરવાથી પશુપાલકો અને ગૌશાળાઓને પર્યાપ્ત વળતર મળી શકશે.
‘રોગચાળાની ઘોષણા નિવારણમાં મદદ કરશે’
વડા પ્રધાનને લખેલા પત્રમાં મુખ્ય પ્રધાન ગેહલોતે જણાવ્યું હતું કે મહામારી જાહેર કરવાથી રોગના વધતા પ્રકોપને રોકવા અને પશુધનને બચાવવા માટે તબીબી અને પરિવહન જેવી સુવિધાઓને મજબૂત બનાવવામાં મદદ મળશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજસ્થાન સિવાય 13 રાજ્યોમાં આ રોગ ફેલાઇ ચૂક્યો છે.
આ સાથે તેમણે માહિતી આપતા કહ્યું કે રાજસ્થાન સરકાર આ રોગને રોકવા અને સારવાર માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ અંગે જરૂરીયાત મુજબ ઝડપી પ્રતિભાવ ટીમોની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પશુ પરિવહન, પશુ હાટ અને પશુ મેળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો- પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, બોગસ વ્યવહાર મામલે કાર્યવાહી
કેન્દ્ર સરકાર પાસે પૂરત પ્રમાણમાં રસીઓની માંગ
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને લમ્પી બિમારીના નિવારણ માટે રસીનું નિર્માણ થતા રાજ્યને આની પર્યાપ્ત આપૂર્તિ સુનિશ્ચિત કરવાની વિનંતી પણ કરી છે.
આનાથી પહેલા મુખ્યમંત્રી લમ્પી સ્કિન રોગથી બચાવ અને જાગૃત્તા માટે જનપ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો અને તેમને સામાન્ય જનમાં આ બિમારી પ્રત્યે જાગૃત્ત કરવાનો આગ્રહ કર્યો છે. આ સાથે જ સ્વયંસેવી સંસ્થીઓને પણ આગળ વધીને લમ્પી બિમારીના નિવારણના પ્રયાસોમાં સરકારનો સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે.
દિલીપસિંહ હડિયોલ નામના ફેસબુક હેન્ડલે બનાસકાંઠાના પાલનપુરમાં ગૌવંશના થતાં મૃત્યુ અને ગંદકીને લઈને એક વીડિયો શેર કર્યો છે. જે પાલનપુર નગર નિગમની કામચોરી અને લમ્પી વાયરસને લઈને સરકારની બેદરકારી દર્શાવે છે.
લમ્પીને લઈને મધ્ય પ્રદેશ સરકાર એલર્ટ
રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં લમ્પી વાયરસ ભયાનક સંક્રમણ પછી મધ્ય પ્રદેશ સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને આ બિમારીને ગંભીરતાથી લેવાનું કહ્યું હતુ. સાથે જ તેમને બોર્ડર જિલ્લામાં વિશેષ રસીકરણ અભિયાન ચલાવવાનો પણ આદેશ આપ્યો છે.
મધ્ય પ્રદેશમાં પણ અત્યાર સુધી 38 પશુઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 49 હજાર 504 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. સારવાર પછી 2742 પશુ સ્વાસ્થ્ય થયા છે. રસીકરણની સ્પીડને વધારવામાં આવી રહી છે. સાથે જ બોર્ડર જિલ્લાઓમાં લોકોને આ બિમારી પ્રત્યે જાગૃત્ત પણ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો- સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા
ઉલ્લેખનિય છે કે લમ્પી વાયરસનો કહેર ગુજરાતમાં પણ શરૂ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પશુ-પાલકો ગૌમાતાઓને ગુમાવી રહ્યાં છે, તેથી તેમની આજીવિકા ઉપર પણ અસર પડી રહી છે. જણાવી દઈએ કે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો સૌથી વધારે દૂધ ઉત્પાદન કરે છે તેવામાં લમ્પી વાયરસના ખતરાના કારણે દૂધના ઉત્પાદન પર મોટી નકારાત્મક અસર પડી શકે છે.
Advertisement