તુંવર મુજાહિદ: બનારસની જ્ઞાનવાપી મસ્જિદને અંતે અદાલતોએ વિવાદીત બનાવી જ દીધી. તેમણે જે કર્યું છે તે માત્ર જ્ઞાનવાપી મસ્જિદ જ નહીં પરંતુ અન્ય મસ્જિદોને વિવાદિત બનાવવાનો રસ્તો ખોલી દીધો છે, તે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રીના ઉલ્લાસભ્યા વકતવ્યથી સ્પષ્ટ થઈ ગયું છે.
Advertisement
Advertisement
તેમણે બનારસની અદાલતોના નિર્ણયના તરત જ પછી ટ્વિટ કર્યું- ‘કરવટ (આળસ મરડીને ઉભી થતી) લેતી મથુરા, કાશી…’
જ્ઞાનવાપી મસ્જિદ અંગે સુનાવણીના અદાલતના નિર્ણય પછી દેશભરની ચેનલો અને ગુજરાતની અનેક મેન સ્ટ્રીમ મીડિયાની ચેનલોમાં આને લઈને શો કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે તે દિવસે છૂટક મોંઘવારી દર સાત ટકાથી ઉપર જતો રહ્યો હતો પરંતુ એકપણ ગુજરાતી ચેનલે તે સમચાર ચલાવ્યા નહતા, માત્રને માત્ર હિન્દુ-મુસ્લિમોને બેસાડીને જ્ઞાનવાપી મસ્જિદને લઈને બેકારની ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાતની મેન સ્ટ્રીમ મીડિયાની ભૂમિકામાં રહેલી ચેનલોને તો તેનો પણ ખ્યાલ નથી કે ગુજરાતમાં લમ્પી વાયરસ પશુ-પાલકોને પાયમાલ બનાવી રહ્યો છે.
આ પણ વાંચો- અમદાવાદ: ગુજરાત યૂનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 લોકોના મોત
ગુજરાતભરમાં લમ્પી વાયરસના કહેરની શરૂઆત
ગુજરાતમાં લમ્પી વાયરસની કહેર શરૂ થઈ ચૂક્યો છે અને તેનો ભોગ ગુજરાત મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક પશુ-પાલકો બની ચૂક્યા છે. પરંતુ સરકાર અને તેમની મીડિયામાં આ બાબતને કાને ધરી રહી નથી. ઉલ્લેખનિય છે કે એપ્રિલ મહિનામાં કચ્છના છેવાડાના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી થતી લમ્પી સ્કીન ડીસીઝના કેસ દેખાવાના શરૂ થયા હતા. લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભુજ, રાપર, ભચાઉ તેમ ધીમે ધીમે સમગ્ર કચ્છમાં આ લમ્પીના કેસ જોવા મળ્યા છે. જોકે, હવે લમ્પી ગુજરાતભરમાં પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે.
ગાયોને લમ્પી વાયરસ થયાં પછી તેની દવા ખુબ જ મોંઘી આવતી હોવાથી પશુ-પાલકોને બમણો ફટકો પડી રહ્યો છે. કેમ કે ખેડૂતો ગાયોને બચાવવા માટે દવા કરાવીને દેવું કરે છે અને તે પછી પણ ગાયોનું મરણ થઈ રહ્યું છે. તેવામાં સરકાર દ્વારા રસીકરણ સિવાય પણ પશુ-પાલકોને વળતર આપવું જોઈએ.
બાબરી મસ્જિદ પછી હવે દેશ પાસે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો આવી ગયો છે. જેવી રીતે વર્ષો સુધી અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઈને રાજકીય પક્ષો ચૂંટણી લડતા ગયા અને હિન્દૂ મતોનું ધ્રૂવીકરણ કરતાં ગયા તેવી જ રીતે એક વખત ફરીથી હિન્દૂઓમાં ગર્વની લાગણી ઉભી કરીને તેમના મતોને પોતાના પક્ષમાં કરવા માટે જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દાને તૈયાર કરીને એક ફિલ્મ તૈયાર કરી દેવામાં આવી છે. જે વર્ષો સુધી ચાલ્યા જ કરશે.
દિલીપસિંહ હડિયોલ નામના ફેસબુક હેન્ડલે બનાસકાંઠાના પાલનપુરમાં ગૌવંશના થતાં મૃત્યુ અને ગંદકીને લઈને એક વીડિયો શેર કર્યો છે. જે પાલનપુર નગર નિગમની કામચોરી અને લમ્પી વાયરસને લઈને સરકારની બેદરકારી દર્શાવે છે.
મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપરથી કેવી રીતે ભટકાવવામાં આવશે ધ્યાન
જ્ઞાનવાપી જેવા મુદ્દાઓને જન્મ આપીને તેમના હેઠળ બેરોજગારી, શિક્ષણ, ભૂખમરો, ભારતીય લોકોનું ઘટતું જીવન ધોરણ, ખેડૂતોની કફોડી સ્થિતિ વગેરે જેવા અનેક મુદ્દાઓને દફન કરી દેવામાં આવશે. તો બીજી તરફ પ્રતિદિવસ મોંઘવારીમાં સતત વધારો થતો રહેશે. અંતે સારા દિવસના ચક્કરમાં અને મસ્જિદ-મંદિરના મુદ્દાઓમાં વ્યસ્ત રાખીને જનતાને શ્રીલંકા જેવી કફોડી સ્થિતિમાં ધકેલી દેવામાં આવશે. કેમ કે સરકારે પશુ-પાલન જેવા મહત્વપૂર્ણ સેક્ટરમાં આવેલા વાયરસને ખત્મ કરવા માટે મહત્વપૂર્ણ પગલા ભરવા જોઈએ અને પશુ-પાલકોને વળતર આપીને ફરીથી પગભર કરવા જોઈએ નહીં તો દેશભરમાં ભયંકર રીતે બેકારી વધી જશે.
આ પણ વાંચો- હિન્દી દિવસ: ભાષા જ રાષ્ટ્રને સંગઠિત રાખી શકે છે
દેશભરમાં લમ્પી વાયરસના કારણે પશુ-પાલકોની લાખો ગાયોના મોત થઈ ગયા છે. રાજસ્થાન પછી ગુજરાતમાં પણ લમ્પી વાયરસ તરખાટ મચાવી રહ્યો છે. લાખો લોકોનું જીવન ગુજરાન પશુ-પાલન દ્વારા ચાલી રહ્યો છે, તેવામાં તેમની ગાયોનું મરણ થતાં તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જોકે, તે છતાં પણ સરકાર રસી આપવા સિવાય અન્ય કોઈ જ જવાબદારી લેવા માટે તૈયાર નથી.
ગુજરાતના મહેસાણાના એક ખેડૂતના જણાવ્યા અનુસાર- ગાયને લમ્પી વાયરસ થતાં તેની દવાનો ખર્ચ ખુબ જ આવે છે અને તે છતાં પણ ગાયને બચાવી શકાતી નથી. તેવામાં પશુ-પાલકોની મુશ્કેલીઓમાં પારા-વારા વધારો થઈ ગયો છે. ગુજરાતમાં અનેક પશુ-પાલકો એવા છે જેઓ બે-ત્રણ ગાયો રાખીને પોતાનું જીવન નિવાહ કરે છે પરંતુ વર્તમાનમાં તેમની એક-બે ગાયોના મરણ થઈ ચૂક્યા છે. તેવામાં સરકાર તરફથી કોઈ મદદ ના મળથા હવે તેમને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે.
ગુજરાતી મેન સ્ટ્રીમ મીડિયા પોતાની જવાબદારી ભૂલ્યું?
ગુજરાતની મેન સ્ટ્રીમ મીડિયાને સામાન્ય જનતાની સમસ્યાઓને ઉજાગર કરવામાં નહીં પરંતુ તેમના પરથી ધ્યાન ભટકાવવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. આજ સુધી તમે ક્યારેય ગુજરાતી મીડિયામાં બેરોજગારી, શિક્ષણ, મોંઘવારી વગેરે જેવા સામાન્ય જનને સ્પર્શતા મુદ્દાઓ પર ક્યારેય ડિબેટ કરતા જોઈ હશે નહીં પરંતુ કોર્ટના જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુનાવણી કરવામાં આવશે તે નિર્ણય ઉપર ચોક્કસપણ તે ડિબેટ કરી શકે છે. આમ ગુજરાતી મીડિયા સામાન્ય લોકોની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવાની જગ્યાએ સમસ્યાઓ ઉપરથી જ ધ્યાન ભટકાવવાનું કામ કરી રહ્યું છે.
Advertisement