ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં પદ છોડવાના એક વર્ષ પછી વિજય રૂપાણી (Vijay Rupani) એ મોટો ખુલાસો કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યુ કે રાજીનામાની એક રાત પહેલા તેમણે ભાજપના હાઇકમાન દ્વારા રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. રૂપાણીએ 11 સપ્ટેમ્બર 2021માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ.
Advertisement
Advertisement
એક ઇન્ટરવ્યૂમાં વિજય રૂપાણી (Vijay Rupani)એ જણાવ્યુ કે, ભાજપ હાઇકમાને રાજીનામા માટે કહ્યુ અને આગળના દિવસે તેમણે પદ છોડી દીધુ હતુ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે ના તો તેમણે હાઇકમાનને તેનું કારણ પૂછ્યુ અને ના તો કોઇને તેનું કારણ જણાવ્યું.
વિજય રૂપાણી (Vijay Rupani)એ કહ્યુ કે, જો મે કારણ પૂછ્યુ હોત તો મને વિશ્વાસ છે કે તેમણે મને તેનું કારણ જણાવ્યુ હોત પરંતુ હું હંમેશા પાર્ટીનો અનુશાસિત કાર્યકર્તા રહ્યો છું. મે હંમેશા તે કહ્યુ છે જે પાર્ટીએ મને કરવા માટે કહ્યુ છે. પાર્ટીએ મને મુખ્યમંત્રી બનવાનો આદેશ આપ્યો તો હું બની ગયો. જ્યારે પાર્ટીએ મને કહ્યુ કે તે મારૂ પદ પરત લઇ રહ્યા છે તો મે તેમણે ખુશી ખુશી આવુ કરવા માટે કહ્યું.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?
હસતા ચહેરા સાથે રાજીનામું સોપ્યુ
વિજય રૂપાણી (Vijay Rupani)એ કહ્યુ કે પોતાની પાર્ટીના આદેશના કેટલાક કલાક બાદ તેમણે વગર કોઇ વિરોધ કે ગુસ્સાના 11 સપ્ટેમ્બર 2021માં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામુ સોપી દીધુ હતુ. રૂપાણીએ કહ્યુ કે એક સારા કાર્યકર્તાના રૂપમાં હું ક્યારેય પણ પાર્ટી લાઇન વિરૂદ્ધ નથી ગયો. મે પોતાનું રાજીનામું હસતા ચહેરા સાથે સોપ્યુ હતુ.
એક વર્ષ પછી ભાજપે પંજાબના પ્રભારી નિયુક્ત કર્યા
વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદને હટાવવાના એક વર્ષ પછી ભાજપે તેમણે પંજાબના પ્રભારી નિયુક્ત કર્યા છે. પોતાના આ નવા કાર્યને તે રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ઉન્નતિના રૂપમાં જોઇ રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે, તે ખુદને ભાગ્યશાળી માને છે કે પાર્ટીએ મને પહેલા શહેરના સ્તર પર, પછી ક્ષેત્રીય સ્તર પર કામ સોપ્યુ અને મે તે અનુસાર જ કામ કર્યુ. મને રાજ્ય સ્તર પર ચાર વર્ષ માટે મહાસચિવના રૂપમાં જવાબદારી સોપવામાં આવી અને અંતમાં મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની તક મળી. હવે મને રાષ્ટ્રીય સ્તર પર એક નવી જવાબદારી સોપવામાં આવી છે.
વિજય રૂપાણીએ એમ પણ કહ્યુ કે તે આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ઉંડો રસ લેશે અને આ સુનિશ્ચિત કરશે કે ભાજપ બે-તૃતિયાંશ બહુમતથી જીતે. રૂપાણીએ કહ્યુ કે તેમનો પ્રયાસ આગામી પાંચ વર્ષમાં પંજાબમાં ભાજપને એક મજબૂત વિપક્ષ બનાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને લોકપ્રિયતામાં 2027માં પંજાબમાં સત્તા મેળવવાનો હશે.
Advertisement