હાલમાં ચીનની સરકાર દેશમાં ઘટતાં જન્મદરથી ચિંતિત છે. ચીનની સરકાર જન્મદર વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. આ દરમિયાન ચીનની સરકારે ફેબ્રુઆરીમાં અપરિણીત મહિલાઓની બાળકો પેદા કરવા માટે નોંધણી કરવાના નિયમને કાયદેસર બનાવી દીધો છે. તેનો અર્થ એ થયો કે ચીનમાં હવે અપરિણીત મહિલાઓ ગર્ભવતી થયા પછી પેઇડ લીવ અને ચાઇલ્ડ સબસિડી મેળવી શકશે.
Advertisement
Advertisement
ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગડુની રહેવાસી ચેન લુઓજિન આ રજિસ્ટ્રેશનનો ભાગ બનવા જઈ રહ્યા છે. ચેન લુઓજિન 33 વર્ષીય છૂટાછેડા લઈ ચૂકેલી મહિલા છે. જો કે, ચીનની સરકાર સમગ્ર દેશમાં જન્મ નોંધણીનો કાયદો પણ લાગુ કરવાનું વિચારી રહી છે.
અગાઉ ચીનમાં માત્ર પરિણીત યુગલોને જ પેઈડ લીવ અને ચાઈલ્ડ સબસિડી મેળવવાનો અધિકાર હતો. દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતની રહેવાસી ચેંગડુ સ્થાનિક ખાનગી ક્લિનિકમાં કાયદેસર રીતે ઇન-વિટ્રો ફર્ટિલિટી (IVF) સારવારનો લાભ લઈ શકે છે. હાલમાં તે 10 અઠવાડિયાની ગર્ભવતી છે. ચેંગડુ લોજિસ્ટિક્સ વિભાગમાં કામ કરે છે.
સ્થાનિક સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતાં તેણે કહ્યું કે સિંગલ પેરેન્ટ બનવું એ દરેક વ્યક્તિ માટે સરળ વાત નથી. તેમને અનેક પ્રકારની પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે. હું આ નિર્ણયથી ખુશ છું. હું જાણું છું કે સરકારના આ નિર્ણયને કારણે ઘણી સિંગલ મહિલાઓ IVF કરી રહી છે.
ચીન છેલ્લા 60 વર્ષોમાં પ્રથમ વખત વસ્તીમાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે. ચીનમાં લોકોની ઉંમર ઝડપથી વધી રહી છે. તેનાથી ચિંતિત દેશની સરકાર માર્ચ મહિનામાં ઇન-વિટ્રો ફર્ટિલિટી (IVF) સંબંધિત સેવાઓને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
Advertisement