અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. આ વર્ષે ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ચોમાસુ 10 દિવસના વિલંબ સાથે પહોંચ્યું છે. પરંતુ સિઝનની શરૂઆતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, રાહત કમિશનર આલોક કુમાર પાંડેની અધ્યક્ષતામાં આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં રાહત કમિશનરે રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તમામ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.
Advertisement
Advertisement
આ બેઠકમાં IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 06 જળાશયો હાઈ એલર્ટ, 03 એલર્ટ અને 01 ચેતવણી પર છે.
ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપની બેઠકમાં, વરસાદને કારણે ઊભી થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFઅને SDRFના જવાનોને એલર્ટ મોડ પર રાખવાનો નિર્ણય લેવાયો હતો.
GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, વન, BYSEG, GMB, પંચાયત, કોસ્ટ ગાર્ડ, ISRO, ઉર્જા, મત્સ્યોદ્યોગ, માર્ગ અને મકાન, GSRTC, વાયુસેના, અગ્નિશામક, UDD, ICDS, પશુપાલન, BSF, ખોરાક અને નાગરિક પુરવઠો અને માહિતી વિભાગના નોડલ ઓફિસર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠકમાં હાજર રહ્યા હતા.
Advertisement