નવી દિલ્હી: છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલ સુકેશ ચંદ્રશેખરે વધુ એક પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવ્યા છે. આ વખતે તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ લપેટમાં લઇ લીધા છે.
Advertisement
Advertisement
સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલોને મોકલેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે જ્યારથી તેમને દિલ્હીના ઉપરાજ્યપાલને ફરિયાદ કરી છે ત્યારથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તેમને તિહાડ જેલના પૂર્વ ડીજી દ્વારા ધમકીઓ આપી રહ્યાં છે.
તેમને અરવિંદ કેજરીવાલે લખ્યું છે, કેજરીવાલ જી જો હું તમારા અનુસાર સૌથી મોટો ઠગ છું તો ક્યા આધાર પર તમે મારા પાસેથી 50 કરોડ રૂપિયા લીધા અને મને રાજ્યસભા સીટની ઓફર આપી? તો તમે આનાથી શું બની જાઓ છો? મહાઠગ?
કેજરીવાલજી તમે મને વર્ષ 2016માં પાર્ટીમાં 500 કરોડ રૂપિયા યોગદાન માટે સીટ અને પોસ્ટિંગના બદલામાં 10થી 30 વધારે લોકોને લાવવાનું કેમ કહ્યું?
કેજરીવાલ જી તમે 2016માં હયાતમાં સત્યેન્દ્ર જૈન સાથે મારી ડિનર પાર્ટીમાં કેમ આવ્યા.
Conman Sukesh Chandrashekhar in a letter to his lawyer alleges, “Delhi Minister Satyendar Jain & ex-Tihar DG are threatening me after my complaint to Delhi’s LG went public”.
— ANI (@ANI) November 5, 2022
કેજરીવાલજી તમે વર્ષ 2017માં સત્યેન્દ્ર જૈનના ફોનથી મારા સાથે વાત કેમ કરી, જ્યારે તેઓ મને તિહાડ જેલમાં મળવા આવ્યા હતા. તેમના ફોનમાં તમારૂ નામ એકે-2ના નામથી સેવ હતું. તેમના કાળા આઈફોનમાં.
સુકેશ ચંદ્રેશેખરે લખ્યું, કેજરીવાલ જી અને સત્યેન્દ્ર જૈનની તિહાડ પ્રશાસન દ્વારા મને ધમકાવવાનું બંધ કરે. હું તમારી ધમકીઓથી ડરી રહ્યો નથી.
સુકેશ ચંદ્રશેખર દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. તેમને આનાથી પહેલા ઉપરાજ્યપાલને પત્ર લખીને દાવો કર્યો હતો કે તેમને તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મનીના રૂપમાં આપ્યા હતા.
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને લખેલા એક પત્રમાં ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે, તેઓ સત્યેન્દ્ર જૈનને વર્ષ 2015થી ઓળખે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કુલ 50 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, કેમ કે તેમને દક્ષિણ ભારતમાં પાર્ટીની અંદર એક મોટા પદનો વાયદો કર્યો હતો.
સુકેશ ચંદ્રશેખરે ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર મોહન સિંહની પત્ની અદિતિ જૈવા હાઈ પ્રોફાઈલ લોકો પાસેથી કથિત રીતે પૈસા વસૂલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement