નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં 5G સેવાઓ શરૂ કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતે 5G સાથે નવો ઈતિહાસ રચ્યો છે. 5G સાથે, ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણ સ્થાપિત કરી રહ્યું છે.
Advertisement
Advertisement
તેમણે કહ્યું, “આજે દેશની તરફથી, દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી, 130 કરોડ ભારતીયોને 5G ના રૂપમાં એક અદ્ભુત ભેટ મળી રહી છે. 5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે. 5G તકોની અનંત શરૂઆત છે. આ માટે હું દરેક ભારતીયને અભિનંદન આપું છું.”
“નવું ભારત માત્ર ટેક્નોલોજીનો ઉપભોક્તા રહેશે નહીં, પરંતુ ભારત તે ટેક્નોલોજીના વિકાસ, અમલીકરણમાં સક્રિય ભૂમિકા ભજવશે. ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજીને ડિઝાઇન કરવામાં તેનાથી સંબંધિત ઉત્પાદનમાં ભારતની મોટી ભૂમિકા હશે. 2G, 3G , 4Gના સમયે ભારત ટેક્નોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર હતું.
“પરંતુ 5G સાથે ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે. 5G સાથે, ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેક્નોલોજીમાં ગ્લોબલ સ્ટેન્ડર્ડ સ્થાપિત કરી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયા વિશે વાત કરતાં કેટલાક લોકો માને છે કે તે માત્ર એક સરકારી યોજના છે. પરંતુ ડિજિટલ ઈન્ડિયા એવું નથી. માત્ર એક નામ તે દેશના વિકાસ માટેનું એક મોટું વિઝન છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ખેડૂતો સુધી પહોચવા માટે ભાજપે શરૂ કરી ‘નમો પંચાયત’, એક મહિનામાં 14 હજાર ગામ સુધી પહોચશે
“આ વિઝનનો ધ્યેય તે ટેક્નોલોજીને લોકો સુધી પહોંચાડવાનો છે, જે લોકો માટે કામ કરે છે, લોકો સાથે કામ કરે છે. અમે એક સાથે ચાર દિશાઓમાં ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રથમ, ઉપકરણની કિંમત. બીજું, ડિજિટલ કનેક્ટિવિટી ત્રીજું, ડેટાની કિંમત. ચોથું, અને સૌથી અગત્યનું, ‘ડિજિટલ ફર્સ્ટ’નો વિચાર.”
“વર્ષ 2014માં શૂન્ય મોબાઈલ ફોનની નિકાસથી લઈને હજારો કરોડના મોબાઈલ ફોનની નિકાસ કરવા સુધી, આજે આપણે હજારો કરોડના મોબાઈલ ફોનની નિકાસ કરનાર દેશ બની ગયા છીએ. સ્વાભાવિક રીતે જ આ તમામ પ્રયાસોની અસર ડિવાઇસની કિંમત પર અસર કરી છે. હવે આપણે ઓછી કિંમતમાં વધારે ફિચર્સ મેળવી રહ્યાં છીએ.
Historic day for 21st century India! 5G technology will revolutionise the telecom sector. https://t.co/OfyAVeIY0A
— Narendra Modi (@narendramodi) October 1, 2022
“સરકારે જેમ દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું, જેમ તેણે હર ઘર જલ અભિયાન દ્વારા દરેકને શુદ્ધ પાણી આપવાના મિશન પર કામ કર્યું, જેમ કે ઉજ્જવલા યોજના દ્વારા ગરીબમાં ગરીબ લોકો સુધી ગેસ સિલિન્ડર પહોંચાડ્યું છે. અમારી સરકાર ઈન્ટરનેટ ફોર ઓલના લક્ષ્ય પર કામ કરી રહી છે.
“એક સમય હતો જ્યારે મુઠ્ઠીભર ચુનંદા વર્ગના લોકો ગરીબ લોકોની ક્ષમતા પર શંકા કરતા હતા. તેઓને શંકા હતી કે ગરીબ લોકો ડિજિટલનો અર્થ પણ સમજી શકશે નહીં. પરંતુ મને દેશના સામાન્ય લોકોની સમજ તેમનું વિવેક અને તેમના જિજ્ઞાસુ મન પર હંમેશા ભરોસાપાત્ર રહ્યાં છે. સરકારે પોતે જ આગળ વધીને ડિજિટલ પેમેન્ટનો માર્ગ સરળ બનાવ્યો છે.”
Advertisement