ગાંધીનગર: ગુજરાતના ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો વચ્ચે પોતાની હાજરી વધારવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નમો પંચાયતનું આયોજન કર્યુ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ગુજરાત પ્રવાસના સમયથી તેનું આયોજન શરૂ થઇ ગયુ હતુ. એક મહિનામાં 14 હજાર ગામમાં ‘નમો પંચાયત’ કરવામાં આવશે. આ કાર્યક્રમની કમાન ભાજપ કિસાન મોર્ચા પાસે રહેશે.
Advertisement
Advertisement
ગુજરાતના 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનું પ્રદર્શન ગ્રામીણ વિસ્તારમાં નબળુ રહ્યુ હતુ. પાર્ટી 143 ગ્રામીણ બેઠકમાંથી 64 બેઠક જ જીતી શકી હતી. શહેરી વિસ્તારની 39 બેઠકમાંથી 34 બેઠક પર જીત મેળવી હતી. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યુ કે પાર્ટી આ વખતે વિશેષ રીતે ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો પર ધ્યાન આપી રહી છે, તેમણે કહ્યુ કે તેની માટે એક યોજના બનાવવામાં આવી છે, જેની હેઠળ લગભગ 14 હજાર ગામમાં ‘નમો પંચાયત’ કરવામાં આવશે, આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની એવી યોજનાઓ વિશે ખેડૂતોને બતાવવામાં આવશે જેનાથી સીધે સીધા ખેડૂતોને લાભ થઇ શકે.
આ પણ વાંચો: જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, અદાણી CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો
પાર્ટી સૂત્રએ જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની વાત કરી રહ્યા છે, તેની માટે ખેડૂતોને કેટલીક સહાયતા પણ સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ભાજપ કિસાન મોર્ચાએ તો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના ફાયદા ખેડૂતોને બતાવવા માટે બિહારમાં ગંગા કિનારાથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી અને મોર્ચો આ અભિયાનને ઉત્તર પ્રદેશ સુધી લઇ આવ્યો છે. ભાજપ કિસાન મોર્ચા તરફથી ‘નમો પંચાયત’માં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચો: અંબાજીથી ધરોઇ-તારંગા સુધી થશે અલૌકિક વિકાસ, રોજી-રોટીની નહીં રહે હવે કોઈ ચિંતા
Advertisement