ગાંધીનગર: પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે (19 ઓક્ટોબર) ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમને કહ્યું કે, આ તે જ ભારત છે, જે કબૂતર છોડતું હતુ. આજ ચિત્તા છોડવાનું સામર્થ્ય રાખે છે. પીએમ મોદીના નિવેદન પર સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ટોણા મારતા કોમેન્ટ કરીને ટ્રોલિંગ કર્યું છે. તે સિવાય ઔવેસીએ પણ તંજ માર્યો છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપો (Defexpo 2022)ના ઉદ્ઘાટનના અવસર પર કહ્યું કે ડીસા એરફિલ્ડનું નિર્માણ પણ દેશની સુરક્ષા અને ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ દેશ પહેલા કબૂતર છોડતું હતુ અને આજે આ જ દેશ ચિત્તા છોડવાનું સામર્થ્ય રાખે છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત આવેલા પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસા સ્થિત ભારતીય વાયુ સેના એરફિલ્ડનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પર તંજ કરતાં અસદુદ્દીન ઔવેસીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, ‘અને રેપિસ્ટ?’ પીએમ મોદીના આ નિવેદન પર સોશિયલ મીડિયા યૂઝર્સ રેપ પીડિતા બિલકિસ બાનોના આરોપીઓને છોડવાને લઈને અનેક રીતના પ્રશ્ન કરી રહ્યાં છે. તે ઉપરાંત કેટલાક લોકોએ મોંઘવારીને લઈને પણ પીએમ પર હલ્લાબોલ કર્યું છે.
આ પણ વાંચો : સારા આચરણ પર મુક્ત થયેલા બિલકિસના આરોપીઓ વિરૂદ્ધ નોંધાયેલ છે યૌન શોષણ સહિત ગંભીર કેસ
યૂઝર્સ રિએક્શન
પંકજ જૈન નામના એક યૂઝરે લખ્યું કે, રેપિસ્ટ અને ક્રિમિનલને પણ છોડી દે છે અને તે પછી તેમને બીજેપીથી ટિકિટ પણ અપાવી દે છે. મિર્ઝા નામના એક ટ્વિટર યૂઝર દ્વારા કોમેન્ટ કરવામાં આવી કે, ચિત્તાની તો ખબર નથી પરંતુ રેપિસ્ટ અને ક્રિમિનલને જરૂર છોડી દે છે. વીર નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે, આમ પણ તમારા પાસે છોડવા માટે શું રહી ગયું છે? આ દેશ પહેલા ચંદ્રમા પર યાન છોડતો હતો, સમુંદ્રમાં સબમરીન પરંતુ તમે જાનવર લાવો અને છોડો.
તરૂણ નામના એક યૂઝરે લખ્યું કે, એક જમાનો હતો ત્યારે વડાપ્રધાનો માત્ર સત્ય બોલતા હતા પરંતુ હવે માત્ર જૂમલા કહે છે. ફિલ્મ નિર્દેશક અવિનાશ દાસે લખ્યું કે શ્રી નરેન્દ્ર મોદી દામોદર દાસ મોદી જીનું આ નિવેદન રાજકીય અને સામાજિક રૂપથી ખોટો સંદેશ આપે છે. કબૂતર શાંતિ અને સદ્દભાવનાનું પ્રતિક છે. ચિત્તાની પ્રતિકાત્મકતા અંગે શું કહેવું હવે, બધાને ખબર છે. વડાપ્રધાનના પદ પર બેસેલા લોકોને ક્યાંય પણ કંઇ પણ સમજી-વિચારીને બોલવું જોઈએ
Advertisement