નવી દિલ્હી: NIAએ ગુરૂવાર સવારે પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI)ના દેશભરના કેટલાક સ્થળો પર રેડ કરી છે અને 106 લોકોની ધરપકડ કરી હતી. NIAએ આટલી મોટી કાર્યવાહી આ સંગઠનના આતંકીઓ સાથે કનેક્શનના શકને કારણે કરવામાં આવી હતી. હવે PFI સાથે જોડાયેલા એક મેમ્બરે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. આ મેમ્બરે જણાવ્યુ કે તેમના સંગઠનના નિશાના પર પીએમ નરેન્દ્ર મોદીની પટણા યાત્રા હતી. આ દરમિયાન ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી કે કેવી રીતે માહોલને ભડકાવવાનો છે. જોકે, તે પોતાના મનસુબાને અંજામ આપી શક્યા નહતા. કહેવામાં આવી રહ્યુ છે કે આ સંગઠનને વિશ્વભરમાંથી 200 કરોડ રૂપિયાથી વધુનું ફંડ પણ મળ્યુ છે.
Advertisement
Advertisement
જાણકારી અનુસાર, આરોપી જેને આ ખુલાસા કર્યા છે તેનું નામ શફીક પૈઠ છે. ઇડી અને એનઆઇએ બન્નેએ મળીને આ રેડ કરી હતી અને આ મામલે બન્ને એજન્સી સાવચેતીથી કામ કરી રહી છે. ઇડીએ જ્યારે શફીકની પૂછપરછ કરી તો તેણે જણાવ્યુ કે પીએમ મોદીની 12 જુલાઇએ પટણા યાત્રા દરમિયાન માહોલ બગાડવાની યોજના બનાવવામાં આવી હતી. આ દરમિયાન સંગઠનના કેટલાક સભ્યોને માહોલ બગાડવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. જોકે, સુરક્ષા એજન્સીની નજરને કારણે તે પોતાના મનસૂબાને અંજામ આપી શક્યા નહતા.
પૂછપરછમાં ખુલાસો થયો છે કે પીએફઆઇ દેશમાં આતંક ફેલાવવા માંગે છે. તે દેશના સદભાવ વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર રચી રહ્યુ છે. તે ધાર્મિક રમખાણ ભડાકવવાની કવાયતમાં જોડાયેલા છે. સાથે જ એક ટેરર ગ્રુપને તૈયાર કરવા માટે ટ્રેનિંગ, હથિયાર અને દારૂ ગોળો ભેગો કરવામાં લાગેલા છે, જેથી દેશના મહત્વપૂર્ણ સ્થળો અને પ્રતિષ્ઠિત લોકોને ટાર્ગેટ કરી શકે.
અબજોની લેવડ દેવડ, કોઇ હિસાબ નથી
તપાસમાં ખબર પડી છે કે એક વર્ષમાં PFIના એકાઉન્ટમાં 120 કરોડ રૂપિયાની રકમ ભેગી કરવામાં આવી છે. પૈસા મોકલનારાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર સંગઠન પાસે એકાઉન્ટમાં આવેલા 120 કરોડથી ડબલ કેશ ભેગી કરવામાં આવી છે. આ કરોડોની રકમ માત્ર ભારતના કેટલાક વિસ્તાર જ નહી પણ વિદેશમાથી પણ જમા કરવામાં આવી છે. સંગઠન પાસે આ પૈસાનો ઉપયોગ દેશ-વિરોધી ગતિવિધિમાં કરવામાં પુરાવા પણ મળ્યા છે.
PFI પર થઇ હતી કાર્યવાહી
NIAના નેતૃત્વમાં કેટલીક એજન્સીઓએ દેશમાં આતંકી ગતિવિધિઓના સમર્થન આપવાના આરોપમાં ગુરૂવારે 15 રાજ્યમાં 93 સ્થળો પર એક સાથે રેડ કરીને PFIના 106 પદાધિકારીઓની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે કેરળમાં, જ્યા PFIના કેટલાક મજબૂત ગઢ છે, સૌથી વધુ 22 ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં પીએફઆઇના કેરળના અધ્યક્ષ સીપી મોહમ્મદ બશીર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઓ એમએ સલામ, રાષ્ટ્રીય સચિવ નસરૂદ્દીન એલમારમ, પૂર્વ અધ્યક્ષ ઇ-અબૂબકર અને અન્ય સામેલ છે.
Advertisement