નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) સાથે જોડાયેલી ઓફિસ અને સભ્યોને ત્યા રેડ કરી છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ સહિત 11 રાજ્યમાં કેટલીક જગ્યાએ રેડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર, PFI સાથે જોડાયેલા 100થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NSA, ગૃહ સચિવ, ડીજી NIA સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે.
Advertisement
Advertisement
ટેરર ફંડિગ અને કેમ્પ ચલાવવાની ઘટનામાં તપાસ એજન્સીએ રેડ કરી છે. ગત કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધારે કેસ દાખલ કર્યા છે, આ કેસ PFI સાથે જોડાયેલા છે.
11 રાજ્યમાંથી 106 સભ્યની ધરપકડ
NIAએ રેડ દરમિયાન 11 રાજ્યમાંથી PFIના 106 સભ્યોની ધરપકડ કરી છે.
આંધ્ર પ્રદેશ- 05
આસામ- 09
દિલ્હી- 03
કર્ણાટક- 20
કેરળ- 22
મહારાષ્ટ્ર- 20
પોડિચેરી- 03
રાજસ્થાન- 02
તમિલનાડુ- 10
ઉત્તર પ્રદેશ- 08
PFIના અધ્યક્ષની પોલીસે અટકાયત કરી
કેરળમાં મોટા પાયે રેડ ચાલી રહી છે. કેરળના મંજેરીમાં PFIના અધ્યક્ષ ઓએમએ સલામના ઘરે પણ રેડ કરવામાં આવી છે. આ રેડમાં સમાચાર મળતા જ પીએફઆઇના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
પીએફઆઇના અધ્યક્ષ ઓએમએ સલામ, કેરળ રાજ્યના પ્રમુખ સીપી મોહમ્મદ બશીર, રાષ્ટ્રીય સચિવ વીપી નજરૂદ્દીન અને રાષ્ટ્રીય પરિષભના સભ્ય પ્રો પી કોયાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ દિલ્હીના અધ્યક્ષ પરવેઝ અહેમદની પણ ધરપકડ કરવામાં આવી છે.
બે કેસમાં PFIનું નામ ચર્ચામાં
પટણાના ફુલવારી શરીફમાં ટેરર મૉડ્યૂલ કેસમાં પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI)ના કનેક્શનની વાત સામે આવી હતી. NIAએ આ કેસમાં ગત બે મહિનામાં બિહારના કેટલાક જિલ્લામાં રેડ કરી છે.
આ વર્ષે કર્ણાટકમાં હિજાબ વિવાદ સાથે પણ PFIનું નામ જોડાઇ ચુક્યુ છે. કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં PFIને વિવાદ માટે દોષી ઠેરવતા દાવો કર્યો હતો કે આ એક મોટા ષડયંત્રનો ભાગ હતું.
Advertisement