ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ પર નામીબિયાથી લાવવામાં આવેલા ચીતાઓને મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. આનાથી પહેલા આઠ ચીત્તાઓને નામીબિયાથી એરફોર્સના વિશેષ વિમાનથી ભારત લાવવામાં આવ્યા હતા. સરકાર એક તરફ દાવો કરી રહી છે કે, આ પગલું આ વિસ્તાર માટે વરદાન સાબિત થશે, તો બીજી તરફ તે વિસ્તારની હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે.
Advertisement
Advertisement
સરકારનું કહેવું છે કે ચીત્તાઓના અહીં આવવાથી ક્ષેત્રમાં પ્રવાસન વધશે પરંતુ ચીત્તાઓના શોર-શરાબા વચ્ચે એક કાળું સત્ય દબાઇ જતું જોવા મળી રહ્યું છે. જે જંગલ અને અભ્યારણમાં નામીબિયાથી લાવેલા ચીત્તાઓ રહેશે, તેની આસ-પાસના ગામડાઓમાં ઘનઘોર કુપોષણ અને ભયંકર ગરીબી છે. લોકોના પાસે રોજગારની અછત છે. શ્યોપુર જિલ્લાને ભારતનો ઈથોપિયા પણ કહેવામાં આવે છે.
મીડિયામાં જણાવવામાં આવે છે કે ચીત્તાઓના આવવાથી વિસ્તારમાં ઘણા મોટા ફેરફાર થશે. તે વાત સાચી પણ છે કે ફેરફાર થઈ શકે છે પરંતુ જેમ વન્યજીવ વિશેષજ્ઞ જણાવે છે કે આ ફેરફારોને થવામાં લગભગ 20-25 વર્ષ લાગી જશે. આ પરિવર્તન ત્યારે આવશે જ્યારે આ જંગલોમાં ચીત્તાઓની મોટી આબાદી થઈ જશે અને પર્યટક તેમને જોવા માટે આવશે.
આ પણ વાંચો: પ્રથમ વખત ચિનૂક હેલિકૉપ્ટર ઉડાવશે વાયુસેનાની મહિલા પાયલોટ, ચંદીગઢ અને આસામમાં તૈનાત થયા
શ્યોપુર જિલ્લામાં 21 હજારથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે. આ આંકડો મધ્ય પ્રદેશ સરકારે વિધાનસભામાં લેખિત જવાબમાં આપ્યો છે. બે સપ્તાહ પહેલા આ જિલ્લામાં એક બાળકીનું કુપોષણના કારણે મોત થઈ ગયું. અધિકારીઓએ તે કામ જરૂર કર્યું કે કુપોષણના આંકડાઓમાં જેવા જ પાંચ વર્ષથી ઉપરના બાળકો થયા તેમને તે લિસ્ટમાંથી હટાવી દીધા અને અહીં કાગજો ઉપર કુપોષણને ખત્મ કરી દેવામાં આવ્યો.
વાતચીતમાં કકરાના ગામના લોકોએ મીડિયાને જણાવ્યું હતુ કે રોજગાર નથી પરંતુ ભયંકર ગરીબી છે. બાળકો કુપોષિત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચીત્તાઓને અહીંના જંગલમાં છોડવામાં આવી રહ્યાં છે તો તેનાથી તમને કંઈ ફાયદો થશે. તો ગામવાસીઓએ કહ્યું કે ચીત્તાઓથી અમને કંઈ જ મળશે નહીં. આનાથી અમારી સ્થિતિમાં કોઈ જ ફરક પડશે નહીં.
જણાવી દઈએ કે જે ક્ષેત્રમાં કૂનો નેશનલ પાર્ક આવેલું છે, જ્યાં લગભગ 23 ગામડાઓ એવા છે જે ગરીબી અને કુપોષણ સામે ઝઝૂમી રહ્યાં છે. આ ગામડાઓની કુલ આબાદી 56000 છે, તેમાંથી 21 હજાર બાળકો તો કુપોષણથી પીડિત છે.
એવું પણ નથી કે આ વિસ્તારમાં કોઈ ચોક્કસ રાજકીય પક્ષનું વર્ચસ્વ છે, ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રતિનિધિઓ દાયકાઓથી અહીંથી જીતતા આવ્યા છે, પરંતુ આજદિન સુધી તેમનું ધ્યાન આ વિસ્તારના લોકોની પ્રાથમિક જરૂરિયાતો તરફ પણ ગયું નથી.
Advertisement