નવી દિલ્હી: INS વિક્રાંત નૌસેનામાં સામેલ થઇ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરને ભારતીય નૌસેનામાં સામેલ કરાવ્યુ છે, તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં ભારતના પ્રયાસો માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. કોચિન શિપયાર્ડમાં યોજાઇ રહેલા ભવ્ય સમારંભમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, એર્નાકુલમ સાંસદ હીબી એડન, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમાર સહિત કેટલાક સીનિયર અધિકારી સામેલ થઇ રહ્યા છે.
Advertisement
Advertisement
INS વિક્રાંતને નૌસેનામાં સામેલ કરી લેવામાં આવ્યુ છે. સમારંભમાં પહોચેલા પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તેમણે કહ્યુ કે આ દરેક ભારતીયનું માન સ્વાભિમાન વધારવાનો પ્રસંગ છે. પીએમ મોદીએ કહ્યુ, આજે કેરળના દરિયા કિનારા પર દરેક ભારત વાસી, એક નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી બની રહ્યો છે. આઇએનએસ વિક્રાંત પર થઇ રહેલુ આ આયોજન વિશ્વ ક્ષિતિજ પર ભારતના બુલંદ થવાની આશાનો હુંકાર છે.
પીએમ મોદીએ કહ્યુ, વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિગંહમ છે. વિક્રાંત વિશિષ્ટ છે, વિક્રાંત વિશેષ પણ છે. વિક્રાંત માત્ર એક સમમરીન નથી. આ 21મી સદીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે, તેમણે કહ્યુ, આ લક્ષ્ય દુરન્ત છે. યાત્રા દિગંત છે સમંદર અને પડકાર અનંત છે- તો ભારતનો ઉત્તર છે વિક્રાંત. આઝાદીના અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે વિક્રાંત, આત્મનિર્ભર થતા ભારતનું અદ્વિતીય પ્રતિબિંબ છે વિક્રાંત.
Advertisement