અભિષેક પાંડેય, ગુજરાત એક્સક્લૂઝિવ: ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (DELF)ને એક વખત ફરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે. કંપનીની સાથે-સાથે કંપનીના ડિરેક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવાની નોંધ લેવામાં આવી છે.
Advertisement
Advertisement
ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા ગત અઠવાડિયે ડેલ્ફ કન્સલ્ટન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલ અડધા ડઝનથી વધારે મેજર બ્રિજ પડી ગયાની, બેસી ગયા, તૂટ્યા હોઇ તેમજ બજેટમાં ધરખમ વધારો કરાયો હોવાના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેની નોંધ મુખ્યમંત્રી કાર્યાલયના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા લઇને 26 સપ્ટેમ્બરના દિવસે તત્કાલિક ધોરણે ડેલ્ફ કન્સલ્ટન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. DELF કન્સલ્ટન્સી
ઉલ્લેખનિય છે કે, 26 સપ્ટેમ્બરના દિવસે ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા બોપલ બ્રિજના કન્સલ્ટન્ટ ડેલ્ફને ખેડા બ્રિજના મામલે બ્લેકલિસ્ટ કરવાની ફાઈલ સીએમઓમાં એક મહિનાથી પડી હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જે પછી ડેલ્ફ દ્વારા બીજા અડધા ડઝનથી વધારે બ્રિજમાં ગેરરિતી આચરી હોવાનો અહેવાલ બ્રિજના નામ અને તેની માહિતી સાથે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ખેડા બ્રિજ મામલે ત્રણ વર્ષ પછી ડેલ્ફને આરએન્ડબી વિભાગમાં બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે. પરંતુ બોપલ રિંગરોડ પર તૂટી પડેલા બ્રિજની સાથે-સાથે બીજા અડધા ડઝન બ્રિજમાં જે ખામીઓ સર્જાઇ છે, તે ઉપરાંત બજેટમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે, તેના પર આવનાર દિવસોમાં શું કોઈ કાર્યવાહી થશે? DELF કન્સલ્ટન્સી
આ પણ વાંચો : બોપલ બ્રિજ પાડનાર ડેલ્ફ કન્સલ્ટન્સીને કોની છત્રછાયા? બ્લેકલિસ્ટ કંપનીની ફાઈલ મહિનાથી CMOમાં
ગુજરાત એક્સક્લૂઝિવ પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે અમદાવાદના એક ધારાસભ્ય ઉપરાંત આર એન્ડ બી વિભાગમાં બેસેલા એક ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના અધિકારી દ્વારા સતત ડેલ્ફનો બચાવ કરીને તેમના કૂકર્મોને છાવરવામાં આવી રહ્યાં છે. તે અંગે વિસ્તારપૂર્વક અહેવાલ આગામી દિવસોમાં ગુજરાત એક્સક્લૂઝિવ નામ સહિત પ્રકાશિત કરશે.
Advertisement