અભિષેક પાંડેય, ગુજરાત એક્સક્લૂઝિવ: બોપલ બ્રિજ પાડનાર કોન્ટ્રાક્ટર રંજિત બિલ્ડકોન અને કન્સલ્ટન્ટ ડેલ્ફમાંથી કોન્ટ્રાક્ટર રજિંત બિલ્ડકોનને બિનસત્તાવાર રીતે ક્લિનચીટ મળી હોવાનો અહેવાલ છે. સરકાર દ્વારા રચાયેલી વિશેષ સમિતિએ ક્લિનચીટ આપી દીધી છે. પરંતુ બોપલ બ્રિજ કેસમાં કન્સ્લટન્ટની ફાઈલ ક્યાં ધૂળ ખાઈ રહી છે તે અંગે કોઈ રેકોર્ડ મળી રહ્યો નથી. લેટેસ્ટ જાણકારી અનુસાર, કન્સલ્ટન્ટ જેમનું નામ ડેલ્ફ કન્સલ્ટન્સી (DELF Consulting Engineers (India) Pvt Ltd)છે, તેમને ખેડા બ્રિજ કેસમાં બ્લેકલિસ્ટ કરવાની ફાઈલ છેલ્લા મહિનાથી સીએમઓમાં પડી છે.
Advertisement
Advertisement
ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને ગુજરાત સરકારની મુખ્ય બાંધકામ સંસ્થા રોડ એન્ડ બિલ્ડીંગ (આરએનબી) ડિપાર્ટમેન્ટ દ્વારા 2020માં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ ડેલ્ફે બ્લેકલિસ્ટને હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટ તરફથી સ્ટે મેળવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આરએનબીને સૂચના આપવામાં આવી કે, ડેલ્ફને પ્રક્રિયાઓનું પાલન કરીને બ્લેકલિસ્ટ કરો.
હાઈકોર્ટના સૂચન પછી આરએનબી દ્વારા એક વિસ્તૃત તપાસ આદરવામાં આવી. તપાસમાં દરેક પાંસાઓને ચકાસવામાં આવ્યા પછી ડેલ્ફને બ્લેકલિસ્ટ કરવા માટેની ફાઈલ તત્કાલિન કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદીને મોકલવામાં આવી. ડેલ્ફની ફાઈલ મહિનાઓ સુધી પૂર્ણેશ મોદીની ઓફિસમાં ધૂળ ખાતી રહી અને છેલ્લે જ્યારે પૂર્ણેશ મોદીથી મંત્રાલય છીનવી લેવામાં આવ્યું ત્યારે નવનિમણૂંક રાજ્યમંત્રી જગદીશ પંચાલે તત્કાલ ધોરણે ડેલ્ફને બ્લેકલિસ્ટ કરવાની ફાઈલને સ્વીકૃતિ આપીને આગળ મોકલી.
ઉલ્લેખનિય છે કે ગુજરાત એક્સક્લૂઝિવને મળેલ ગુપ્ત માહિતી મુજબ, મંત્રી જગદીશ પંચાલે ડેલ્ફની ફાઈલ પર કંપનીની સાથે-સાથે કંપનીના ડિરેક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવાની નોંધ કરી છે.
ડેલ્ફને સતત રાજકિય અને અફસરશાહીનો સહયોગ મળતો રહ્યો હોવાના સાપેક્ષ પૂરાવા છે, કેમ કે લિમકા બુક અને ગિનિસ બુકના રેકોર્ડમાં નોંધાઇ શકે તેટલા બ્રિજ તૂટ્યા હોવાના એક્સક્લૂઝિવ અહેવાલ ગુજરાત એક્સક્લૂઝિવ પાસે ઉપલબ્ધ છે, છતાંય ડેલ્ફ કન્સલ્ટીંગને કરોડો રૂપિયાના સતત કામ સરકાર તરફથી મળી રહ્યાં છે.
ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવેલ અડધા ડઝનથી વધારે તૂટેલા, બેસી ગયેલા અને ખોટી ડિઝાઈનની એક્સક્લૂઝિવ માહિતી ગુજરાત એક્સક્લૂઝિવને મળી છે, જે સરકાર પાસે પણ ઉપલબ્ધ છે, તે છતાં લેટેસ્ટ માહિતી મુજબ આ ફર્મને બ્લેકલિસ્ટ કરવાની ફાઈલ છેલ્લા એક મહિનાથી સીએમઓમાં પડેલ છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના એક ધારાસભ્ય દ્વારા આ ડેલ્ફ કન્સલ્ટન્સીની લોબિંગ કરવામાં આવી છે, જેના કારણે વર્ષ/મહિનાઓથી આ કંપની સુરક્ષિત અને સંરક્ષિત છે. સૂત્રો જણાવે છે કે આ ધારાસભ્ય પહેલા પૂર્ણેશ મોદી પર દબાણ કરીને ફાઈલ દબાવી રાખી હતી અને હવે ભાવનગરથી આવતા એક મોટા ગજાના ધારાસભ્ય દ્વારા ડેલ્ફ કન્સલ્ટન્સીને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાવનગરના આ ધારાસભ્ય દ્વારા આરએનબી વિભાગમાં બેસેલા ભાવનગરથી આવતા એક મોટા ગજાના અધિકારી થકી ડેલ્ફને બચાવવાના ધમપછાડા કરી રહ્યાં છે.
ક્રમશ:
Advertisement