તુંવર મુજાહિદ: પાછલા દિવસોમાં જ્યારે પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી ભયાનક પૂરના કારણે થયેલા વિનાશમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે દક્ષિણ-પશ્ચિમ ચીનમાં પણ ભયંકર વરસાદ થઈ રહ્યો હતો. બીજી તરફ પૃથ્વીની બીજી બાજુ અમેરિકાના ટેક્સાસ શહેરમાં ડલ્લાસમાં લોકો ગત મહિને એક જ દિવસમાં પડેલા 10 ઈંચ વરસાદમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Advertisement
Advertisement
આ તમામ સ્થળોએ મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી તારાજીમાં એક કોમન વાત હતી – વરસાદ પહેલાં જ સર્વત્ર ભયંકર ગરમી અને દુષ્કાળ ચાલી રહ્યો હતો. એટલે કે આ તમામ વિસ્તારો હવામાનની બે ચરમસીમાઓ વચ્ચે ઝૂલતા હતા. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ભારે ગરમી અને ભારે વરસાદ બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને વાતાવરણમાં બદલાવના કારણે તે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે.
યુરોપના શહેરી વિસ્તારોમાં રેકોર્ડ ઊંચા તાપમાન અને વિનાશક પૂર – કેટલાક તો એવા વિસ્તારો હતા જેમને કોઈ જ તૈયારી કરી નહતી – ચક્રવાતને કારણે થતા નુકસાનમાં મોટો વધારો, વધતા વૈશ્વિક દુષ્કાળ વચ્ચે આફ્રિકાના ગરીબ વિસ્તારોમાં ઘાતક દુષ્કાળ. પૃથ્વી પર હવામાનની આ કઠોર પ્રકૃતિ સતત ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહી છે, જેમાં દરેક ઋતુ ચરમસીમાએ પહોંચી રહી છે.
છેલ્લા કેટલાક ઉનાળાઓમાં તમને આ અસહ્ય ગરમીનો આનંદ સતત લઈ જ રહ્યા છો ને?
આ પણ વાંચો- લમ્પીને લઈને અશોક ગેહલોતનો PM મોદીને પત્ર, રાષ્ટ્રીય મહામારી જાહેર કરવાની માંગ
પરંતુ એવું નથી કે તમને ચેતવણી આપવામાં આવી ન હતી. વાસ્તવમાં દસ વર્ષ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના ટોચના વૈજ્ઞાનિકોએ હવામાન સાથે આવું જ કંઈક થવાની આગાહી કરી હતી અને ચેતવણી આપી હતી.
આ અહેવાલે ગ્લોબલ વોર્મિંગથી થતા નુકસાન વિશે વિશ્વની વિચારવાની રીત બદલી છે. UN-લિંક્ડ ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) એ તેના 2012ના વિશેષ અહેવાલમાં જણાવ્યું હતું કે, “બદલાતી આબોહવાથી ભારે હવામાનની ઘટનાઓની સંખ્યા, ઝડપ, હદ, અવધિ અને સમય પણ બદલાશે. આનાથી હવામાનની ગંભીર ઘટનાઓમાં અભૂતપૂર્વ વધારો થશે.” અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીની સ્થિતિ વધશે, દુષ્કાળની ઘટનાઓ તીવ્ર બનશે, મૂશળધાર વરસાદ અને વાદળ ફાટવાથી પૂરની તીવ્રતા વધશે, ચક્રવાત વધશે અને લોકોને અનુચિત મુશ્કેલીઓ ઊભી કરતી મોસમી આપત્તિઓ વધશે.
દસ વર્ષ પહેલાની આ ચેતવણીઓ વાસ્તવિકતા બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ઘણી વખત આવી ચેતવણીઓને દૂરની વાત તરીકે લેવામાં આવે છે, જેમ કે ‘હવે શું થવાનું છે, તેનાથી આપણા જીવનમાં કોઈ ફરક નહીં પડે, કે ક્યારે જોવા મળશે.’ પરંતુ ચેતવણી આપનારા વૈજ્ઞાનિકોએ પણ વિચાર્યું નહીં હોય કે તેમને આપેલી ચેતવણીઓ આટલી જલ્દી વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરી લેશે.
પાકિસ્તાનમાં આવેલ પૂર એટલું ગંભીર હતું કે તેણે દેશનો લગભગ એક તૃતીયાંશ ભાગ ડૂબી ગયો. સત્તાવાર આંકડાઓ અનુસાર લાખો લોકો બેઘર બન્યા અને 1300 થી વધુ લોકોના જીવ ગયા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાકિસ્તાનમાં ભયાનકતાની શરૂઆત ખરેખર અસામાન્ય ગરમીને કારણે થઈ હતી. એપ્રિલ અને મે મહિનામાં ઘણી જગ્યાએ લાંબા સમય સુધી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું. જેકબાબાદમાં એક દિવસ તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. તે દિવસોમાં પાકિસ્તાન વિશ્વનો સૌથી ગરમ વિસ્તાર બની ગયો હતો.
પરંતુ ગરમ હવા પોતે પણ વધુ ભેજ ધરાવે છે. આથી હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે આટલી આકરી ગરમી બાદ ચોમાસાના દિવસોમાં વરસાદ પણ ભીષણ રહેશે. અને એવું જ થયું. એક તો ચોમાસું વહેલું આવ્યું અને પછી સરેરાશ વાર્ષિક વરસાદ કરતાં ત્રણ ગણો વરસાદ પડ્યો. સિંધ અને બલૂચિસ્તાનમાં સરેરાશ કરતાં પાંચ ગણો વરસાદ થયો છે.
આ પણ વાંચો- Lumpy Virus: ભારતમાં સતત વધી રહ્યો છે લમ્પી વાયરસનો ખતરો, જાણો નિષ્ણાતો શું કહે છે
તો બીજી તરફ ત્યાં અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું હતું. આ પ્રકારનું નીચું દબાણ ત્યાં પણ ખૂબ જ અસામાન્ય છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ત્યારબાદ ગરમીના કારણે ઉત્તરીય બરફવાળા વિસ્તારોમાં ગ્લેશિયર્સ પીગળી ગયા હતા. એ પાણી પણ નીચે વહીને તળિયે પહોંચ્યું. લા-નીનાની અસર પણ હતી, જેના કારણે ભારત અને પાકિસ્તાનમાં ચોમાસાની અસર વધુ છે. કાળઝાળ ગરમીના કારણે હિંદ મહાસાગરનું પાણી પણ ગરમ હતું. આ સ્થિતિમાં આવેલા ચોમાસાની સ્થિતિ એવી જ હતી જેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ‘સ્ટેરોઈડ્સ સાથે ચોમાસું લાવ્યા’ નામ આપ્યું હતું.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈ, પૂર ચેતવણી પ્રણાલીનો અભાવ અને આવી આપત્તિ માટે કોઈ તૈયારી નહોવી – આવા કારણો પણ વિનાશ માટે જવાબદાર બને તે અલગ બાબત છે.
વૈજ્ઞાનિકો તે વાત પર સંમત થાય છે કે સમગ્ર વિશ્વમાં ગરમીના મોજાઓ (લૂં) તીવ્ર બની રહ્યા છે. જેના કારણે સમુદ્ર અને જમીન બંનેમાંથી વરાળ બનવાની પ્રક્રિયા ઝડપી બની છે. ગરમ આબોહવા પણ વધુ ભેજ સંગ્રહિત કરે છે, તેથી વરાળ બને છે અને ત્યાં સુધી એકઠી થતી રહે છે જ્યાં સુધી વાદળોની ક્ષમતા ખત્મ થઈ જતી નથી. વાદળોની વજન ઉઠાવવાની ક્ષમતા પૂરી થયા પછી તે ફાટી જાય છે. તેથી, ભયંકર ગરમીના કારણે એક જ જગ્યાએ દુષ્કાળ અને પછી પૂર બંને ખતરાઓ ઉદ્દભવી શકે છે.
આવી જ સ્થિતિ અમેરિકાના ડલ્લાસમાં બની હતી, જ્યાં ત્રણ મહિના સુધી ભયંકર ગરમી પડી હતી, પાક નાશ પામ્યો હતો અને લોકોએ પશુઓને પણ મારવા પડ્યા હતા કારણ કે તેમની પાસે ખાવા માટે કંઈ ન હતું. પૃથ્વી કઠણ થઈ ગઈ અને જગ્યાએ જગ્યાએ તેમાં તિરાડો પડવા લાગી હતી. ત્યારબાદ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અચાનક એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ પડી ગયો હતો. જો જમીન વધુ પડતી સુકાઈ જાય, તો તે સખત બને છે અને પછી તે પાણીને શોષી શકતી નથી, તે એકદમ કોંક્રિટ જેવી બની જાય છે. તેથી જે પાણી પડે છે તે ફેલાતું રહે છે, ભરાતું રહે છે અને વસ્તીવાળા વિસ્તારોને પણ પોતાની ચપેટમાં લઈ લે છે. જુલાઇથી યુ.એસ.માં વધુ ચાર સ્થળોએ અચાનક પૂર આવ્યું છે.
આ પણ વાંચો- સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા
અહીં ચીનમાં છ દાયકામાં સૌથી ભયંકર ગરમી પડી હતી. યાંગ્ત્ઝે નદીના બેસિનનો સમગ્ર વિસ્તાર પાણી અને વીજળીની એટલી અછતનો સામનો કરી રહ્યો હતો. પરંતુ હવે અચાનક દક્ષિણ પશ્ચિમ ચીનમાં પૂરનો ભય છે.
આઈપીસીસીના રિપોર્ટમાં દસ વર્ષ પહેલા આવી જ હવામાનની ઘટનાઓની ચેતવણી આપવામાં આવી હતી. પ્રિન્સટન યુનિવર્સિટીના માઈકલ ઓપેનહેમરે, જેમને આ અહેવાલ લખ્યા હતો તેવા વૈજ્ઞાનિકોમાંના એકે જણાવ્યું હતું કે આ રિપોર્ટે ચેતવણી આપવા માટે જે કરવું જોઈએ તે કામ કર્યું. પરંતુ કેટલીક સરકારોએ તેને પ્રાધાન્ય આપ્યું તો કેટલાકે ન આપ્યું. જ્યાં સુધી તેમની નજીક કંઈક દૂર્ઘટના ના બને ત્યાં સુધી કદાચ લોકો તેની પરવા કરતા નથી.
અનુમાન લગાવો કે, આ અહેવાલ લખાયા પહેલાના દાયકામાં એકલા યુએસમાં મોસમી આફતોની વાર્ષિક સરેરાશ ઓછામાં ઓછી $1 બિલિયનનું નુકસાન પહોંચાડતી હતી, એટલે કે દર વર્ષે સરેરાશ 8.4 આવી આફતો આવતી હતી, પરંતુ અહેવાલ લખાતા-લખાતા આવી ઘટનાઓની સંખ્યા 14.3 થઈ ગઈ હતી. આબોહવા પરિવર્તન આપણા અર્થતંત્રને કેટલું નબળું પાડી રહ્યું છે તેની ગણતરી કરી શકાય છે.
ખરેખર તો હવે એવું પણ ન કહી શકાય કે વિજ્ઞાન આપણને આ બધી વાતો કહી ચૂક્યું હતું. જોકે, તે છતાં પણ માનવી તરીકે આપણે આપણી જવાબદારી નિભાવી નહીં અને બેદરકારીપૂર્વક પ્રદૂષણ ફેલાય તેવા કાર્ય કરતાં રહ્યાં. માનવી એક સામાજિક પ્રાણી છે અને તે સમજે-વિચારે છે. તે છતાં તેણે વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણીઓને નજર અંદાજ કરી દીધી. હવે બધી ચેતવણીઓ સાચી સાબિત થઈ રહી છે અને આપણે આપણી આસપાસ બધું અનુભવી રહ્યા છીએ. કુદરતના નિયમોની અવગણના કરીને માનવજાત પ્રગતિ તરફ નહીં પરંતુ વિનાશ તરફ આગળ વધી રહી છે.
Advertisement