કોવિડના દૈનિક કેસો 5033 નોંધાતા આજે ફરી કોવિડના કેસોમાં એક નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં આ એક ઊછાળો જોવા મળી રહ્યો છે જે દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ જોતાં સતર્કતા જરુરી છે. ભારતમાં માસ રસીકરણ પછી હવે ફરી કોરોનાનો આંક ધીમે ધીમે વધી રહ્યો છે.
Advertisement
Advertisement
ગયા અઠવાડીયે કોરોનાની વધવાની ગતિ 3000 કેસોની હતી. જે આજે દોઢી ગતીએ વધી છે. આ વખતના વેરિઅન્ટ્સમાં પણ કંઈક જીનોમ સિક્વન્સમાં ફેરફાર થયા હોય એવું લાગે છે. કેટલાંક કિસ્સાાં રસીકરણ થયેલા લોકોને પણ તેનો ફરી ચેપ લાગી રહ્યો છે.
કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને કોવિડ અંગેની સૂચનાઓ આપી દીધી છે. છતાં લોકોમાં હવે પહેલાં જેવો કોવિડ પ્રત્યેનો કોઈ ભય દેખાતો નથી.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે કોવિડને ધ્યાનમાં લઈને માર્ગદર્શિકા પણ બહાર પાડી છે જે તમામ રાજ્ય સંચાલિત હોસ્પિટલનો સુપ્રત કરવામાં આવી છે. જો કે મૃત્યુદર નહિવત્ હોવાથી ભયનો માહોલ નથી.
Advertisement