નવી દિલ્હી: છત્તીસગઢમાં ઓગસ્ટ મહિનામાં બેરોજગારી દર 0.4 ટકા રહ્યો છે. જ્યારે આ સમયમાં દેશમાં બેરોજગારી દર 8.3 ટકા રહ્યો છે. જનસંપર્ક વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યુ કે છત્તીસગઢ ગત કેટલાક મહિનામાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યમાં સૌથી ટોપ પર છે. ઓગસ્ટ 2022માં છત્તીસગઢની બેરોજગારી દર 0.4 ટકા છે. જ્યારે દેશમાં બેરોજગારી દર 8.3 ટકા છે. જુલાઇ મહિનામાં છત્તીસગઢનો બેરોજગારી દર 0.8 ટકા રહ્યો છે. મેમાં આ 0.7 ટકા અને માર્ચ-એપ્રિલ મહિનામાં આ સૌથી ઓછો 0.6 ટકા રહ્યો છે.
Advertisement
Advertisement
રાજ્ય સરકારે શું કહ્યું?
અધિકારીઓએ જણાવ્યુ કે રાજ્યમાં નવી સરકારની રચના બાદ અર્થવ્યવસ્થાની મજબૂતિ માટે કેટલાક કામ કરવામાં આવ્યા છે, તેમણે જણાવ્યુ કે એવી યોજનાઓ પર ભાર આપવામાં આવ્યો છે જેનાથી રોજગારની વધુ તક ઉભી થાય, તેમણે જણાવ્યુ કે સરકાર બનવાની સાથે જ દેવા માફી અને સમર્થન મૂલ્યમાં વૃદ્ધિ જેવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
તે બાદ રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના, ગોધન ન્યાય યોજના, સુરાજી ગાંવ યોજના, નરવા-ગરવા-ઘુરવા- બાડી કાર્યક્રમ, રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કિસાન ન્યાય યોજના, નવી ઔધોગિક નીતિનું નિર્માણ, વન અને કૃષિ ઉપજોના સંગ્રહની સારી વ્યવસ્થા જેવા કેટલાક પગલા ભરવામાં આવ્યા છે.
Advertisement