દિલ્હી: દિલ્હીમાં દારૂના કોન્ટ્રાક્ટની ફાળવણી સાથે સંબંધિત કથિત સ્ટિંગ પર, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે જો સ્ટિંગ ખોટું નીકળશે તો પીએમએ માફી માંગવી જોઈએ.
Advertisement
Advertisement
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા સિસોદિયાએ કહ્યું, “પહેલા સીબીઆઈએ ઘર પર દરોડા પાડ્યા તેમને કંઈ મળ્યું નહીં, EDએ તપાસ કરી કંઈ મળ્યું નહીં. હવે ભાજપ સ્ટિંગ લઈને આવ્યું છે.
તેમણે કહ્યું કે ભાજપે આ સ્ટિંગ સીબીઆઈને સોંપવું જોઈએ અને તેની તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યું, “ચાર દિવસની અંદર સીબીઆઈએ તેની તપાસ કરીને મારી ધરપકડ કરી લે. આ સ્ટિંગમાં સત્યતા છે તો સીબીઆઈએ સોમવાર સુધીમાં મારી ધરપકડ કરી લે. જો આમ ન થાય તો તમારે માની લેવાનું કે પીએમ ઓફિસમાંથી આ બીજું કાવતરું ઘડવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે જો આ સ્ટિંગ સાચુ સાબિત ન થયું તો પીએમએ માફી માંગવી જોઈએ.
Addressing an important Press Conference | LIVE https://t.co/zSCaRsu194
— Manish Sisodia (@msisodia) September 15, 2022
આનાથી પહેલા દિલ્હીમાં દારૂના કોન્ટ્રાક્ટની ફાળવણીમાં ધાંધલીનો આરોપ લગાવીને બીજેપીએ એક સ્ટિંગ રજૂ કરીને કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો- લખીમપુર રેપ અને ડબલ મર્ડર કેસ: પોલીસ અને માંના નિવેદનમાં રાત-દિવસના અંતરથી આશંકાઓ
બીજેપીએ દાવો કર્યો છે કે દારૂના કોન્ટ્રાક્ટ દ્વારા કેજરીવાલે તેમની પસંદના લોકોને ફાયદો પહોંચાડ્યો છે.
બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્ત સુધાંશુ ત્રિવેદી અને દિલ્હી પ્રદેશ બીજેપીના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ દિલ્હીમાં પ્રેસકોન્ફ્રન્સ કરીને એક સ્ટિંગ રિલીઝ કર્યો હતો.
સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે, “આમ આદમી પાર્ટીનો જે કૌભાંડનો સ્ટિંગ સામે આવ્યો છે, તેમાં કૌભાંડના આરોપી નંબર-9 અમિત અરોડાએ બધી પોલ ખોલી દીધી છે. કોના-કોના પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા. કેવી રીતે કૌભાંડ થયા, બધી જ ચીજો ઉજાગર થઈ ગઈ છે. સંપૂર્ણ પૉલીસી કૌભાંડ માટે જ તૈયાર કરવામાં આવી હતી.”
5-5 करोड़ रुपए तक की फीस मिनिमम निर्धारित की गई।
5 करोड़ इसलिए रखा गया कि छोटा-मोटा प्लेयर आने न पाये।
जबकि यह पॉलिसी इस आधार पर बनाई जाती है कि छोटे-छोटे व्यापारियों को भी काम करने का मौका मिले।
– डॉ. @SudhanshuTrived pic.twitter.com/QjwBD71bp8
— BJP (@BJP4India) September 15, 2022
બીજેપીએ આરોપ લગાવ્યા કે દારૂના કોન્ટ્રાક્ટને આપવા માટે 5-5 કરોડ રૂપિયા સુધીની મિનિમમ ફિસ નક્કી કરવામાં આવી છે. તે માટે પાંચ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે કે નાનો-મોટો પ્લેયર આવી શકે નહીં.
બીજેપી પહેલા પણ એક સ્ટિંગ ઓપરેશન જાહેર કરીને આમ આદમી પર રિશ્વત લેવાનો આરોપ લગાવી ચૂકી છે. તે સમયે પણ આપે બીજેપીના આરોપોને ફગાવી દીધી હતી.
Advertisement