બેંગલુરૂમાં ડૉક્ટરે પોતાના દર્દીનો જીવ બચાવવા માટે એક એવુ પગલુ ભર્યુ જે બીજા માટે ઉદાહરણ બની ગયુ છે. આ ડૉક્ટર મણિપાલ હૉસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટરોલૉજી સર્જન ડૉ. ગોવિંદ નંદકુમાર છે, જે 30 ઓગસ્ટે એક અર્જન્ટ લેપ્રોસ્કોપિક ગૉલબ્લૈડરની સર્જરી કરવા જઇ રહ્યા હતા પરંતુ તે સરજાપુર-મરાઠલ્લી પર ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા.
Advertisement
Advertisement
ડૉ.નંદકુમારે ટ્રાફિક જોઇને વિચાર્યુ કે મોડુ થતા મહિલાના જીવને ખતરો થઇ શકે છે, માટે તેમણે કારને ત્યા જ છોડી દીધી હતી અને સર્જરી કરવા માટે ત્રણ કિલોમીટર સુધી દોડીને હૉસ્પિટલ પહોચ્યા હતા. હવે તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
12 દિવસ જૂની છે ઘટના
ડૉ. નંદ કુમારે જણાવ્યુ કે સેન્ટ્રલ બેંગલુરૂથી મણિપુર હૉસ્પિટલ, સરજાપુર માટે દરરોજ મુસાફરી કરે છે, તે દિવસે પણ તે ટાઇમસર ઘરેથી નીકળ્યા હતા, તેમની ટીમ સર્જરી માટે પુરી રીતે તૈયાર હતી. હેવી ટ્રાફિકને જોતા તેમણે કારના ડ્રાઇવર સાથે તેને છોડવાનો નિર્ણય કર્યો હતો અને સમજ્યા વિચાર્યા વગર હોસ્પિટલ તરફ દોડી પડ્યા હતા.
ડૉક્ટર નંદકુમારની ટીમ જે દર્દીને એનેસ્થેસીયા આપવા માટે તૈયાર હતી, તેમના ઓપરેશન થિયેટરમાં પહોચતા જ હરકતમાં આવી ગઇ હતી, કોઇ મોડુ કર્યા વગર ડૉક્ટરે સર્જિકલ ડ્રેસ પહેર્યો હતો અને ઓપરેશન કર્યુ હતુ, જે સફળ રહ્યુ હતુ અને મહિલા દર્દીને સમય પર રજા આપવામાં આવી હતી.
ટ્વિટર પર શેર કરવામાં આવી રનિંગની ક્લિપ
ડૉક્ટર નંદ કુમારે દોડવાનો એક શોર્ટ વીડિયો પણ બનાવડાવ્યો હતો જે તેમણે સોમવારે શેર કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યુ કે આ પ્રથમ વખત નથી જ્યારે મારે આ રીતની સ્થિતિનો સામનો કરવો પડ્ય હોય. બેંગલુરૂના કેટલાક ભાગમાં કેટલીક વખત ચાલતા જવુ પડે છે, ક્યારેક ક્યારેક રેલ્વે લાઇનને પાર પણ કરવી પડે છે. હું ચિંતિંત નહતો કારણ કે અમારી હૉસ્પિટલમાં એક દર્દીની સારી સારવાર માટે પુરતો સ્ટાફ અને સુવિધા છે. નાની હૉસ્પિટલ માટે સ્થિતિ સમાન નથી હોતી.
ટ્રાફિક વિશે તેમણે કહ્યુ કે તે દિવસે દર્દી અને તેનો પરિવાર પણ ડૉક્ટરની રાહ જોઇ રહ્યા હતા. બધા એમ જ વિચારી રહ્યા હશે કે શું થશે જો એમ્બ્યુલન્સમાં કોઇ દર્દી ટ્રાફિકમાં ફસાઇ જાય કારણ કે ત્યા એમ્બ્યુલન્સના પસાર થવાની પણ જગ્યા નહતી. બેંગલુરૂમાં ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય છે. જોકે, કેટલાક દિવસથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે.
Advertisement