અશોક ધામી, વોર્ડ નંબર 5ના નગરસેવક, નિરાલી પટેલ, વોર્ડ નંબર 5ના મહિલા નગરસેવક, ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર, સ્વાતિ ક્યાડા, વોર્ડ નંબર 17ના મહિલા નગરસેવક, કિરણ ખોખાણી, વોર્ડ નંબર 5ના નગરસેવક, ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર 4ના નગરસેવક, ઋતા ખેની, વોર્ડ નંબર 3ના મહિલા નગરસેવક,સ્વાતિ લાઠિયા, વોર્ડ નંબર 8ના મહિલા નગરસેવક, ભાવના સોલંકી, વોર્ડ નંબર 2ના મહિલા નગરસેવક, વિપુલ મોવલિયા, વોર્ડ નંબર 16ના નગરસેવક આ કોર્પોરેટરોએ ભાજપ સાથે જોડાણ કરીને મુખ્ય કારણ એ બતાવ્યું છે કે અમે આમ આદમી પાર્ટીમાં રહીને વિકાસના કાર્યો કરી શક્તા ન હતા. રુલિંગ પાર્ટી સાથે જોડાવાથી વિકાસના કાર્યો તેમના વોર્ડમાં થશે અને તેમણે આપેલા વચનોનું તેઓ પાલન કરી શકશે.
Advertisement
Advertisement
એક સમયે આમ આદમીના ગઢ બનવા જતા સુરતમાં દસ કોર્પોરેટરોએ અચાનક આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાતા સુરતનો રાજકીય માહોલ બદલાયો છે.
ગૃહમંત્રીએ ભગવો ખેસ પહેરાવીને આ દસ કોર્પોરેટરોનું અભિવાદન કર્યું છે. સૂત્રો અને અનુમાન અનુસાર હજુ વધુ કોર્પોરેટરો પણ આ દિશામાં નિર્ણય લે એવી સ્પષ્ટ શક્યતાઓ દેખાઈ રહી છે.
આપના કોર્પોરેટર દિપ્તી પાનસરિયાએ આક્ષેપ કર્યો હતો કે પૈસાની લાલચને કારણે આવું થયું હોવાની શક્યતા છે.
Advertisement