ઇન્દોર: ઇન્દોરમાં પ્રવાસી દિવસ સમ્મેલનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે 130 કરોડ ભારત વાસી તરફથી તમારૂ સ્વાગત કરૂ છુ. આ સમ્મેલનમાં 70 દેશના પ્રવાસી ભારતીય સામેલ થઇ રહ્યા છે. 4 વર્ષ પછી પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલન ફરી એક વખત પોતાના મૂળ સ્વરૂપમાં થઇ રહ્યુ છે. આ સમ્મેલન મધ્ય પ્રદેશની તે ધરતી પર યોજાઇ રહ્યુ છે જેને દેશનું હદય કહેવામાં આવે છે.
Advertisement
Advertisement
એમ તો આપણે બધા જે શહેરમાં છીએ તે પણ અદભૂત છે. લોકો કહે છે કે ઇન્દોર એક શહેર છે પરંતુ હું કહું છું કે ઇન્દોર એક સમય છે. આ તે સમય છે જે સમયથી આગળ ચાલે છે છતા પણ વિરાસતને સમેટેલુ રહે છે. આપણુ ઇન્દોર દેશ જ નહી આખી દુનિયામાં લાજવાબ છે. સાબુદાણાની ખિચડી, કચોરી, સમોસા, શિકંજી જેને પણ જોઇ તેના મોઢામાં પાણી આવી જાય છે, જેને પણ તેને ચાખી તેને ક્યારેય પાછળ ફરીને જોવુ નથી પડતુ. આ કારણ છે કે ઇન્દોરને સ્વચ્છતાની સાથે સાથે સ્વાદની રાજધાની પણ કહે છે. મને વિશ્વાસ છે કે અહીના અનુભવ નહી ભૂલીયે અને અહીના અનુભવોને પરત બતાવવાનું પણ નહી ભૂલે.
આ પ્રવાસી ભારતીય દિવસ કેટલાક અર્થમાં ખાસ છે. હજુ કેટલાક મહિના પહેલા જ અમે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી છે. અહી સ્વતંત્રતા સંગ્રામનું પ્રદર્શન મુકવામાં આવ્યુ છે. દેશ અમૃત કાળમાં પ્રવેશ કરી ચુક્યો છે. ભારતની વૈશ્વિક દ્રષ્ટિને મજબૂતી મળશે.
દુનિયાના આટલા અલગ અલગ દેશમાં જ્યારે ભારતના લોકો એક કૉમન ફેક્ટરની જેમ જુવે છે તો વસુધૈવ કુટુંબકમની ભાવનાના સાક્ષાત દર્શન થાય છે. દુનિયાના કોઇ એક દેશમાં જ્યારે ભારતના અલગ અલગ પ્રાંત અને ક્ષેત્રોના લોકો મળે છે તો એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અહેસાસ થાય છે. જ્યારે દુનિયાના અલગ અલગ દેશમાં સૌથી શાંતિ પ્રિય અને અનુશાસિત નાગરિકોની ચર્ચા થાય છે તો ભારતનું ગૌરવ વધી જાય છે. મધર ઓફ ડેમોક્રેસી હોવાનું ગૌરવ થાય છે.
આ વર્ષ ભારત દુનિયાના G 20 ગ્રુપની અધ્યક્ષતા પણ કરી રહ્યુ છે. ભારત આ જવાબદારીને એક મોટા અવસરના રૂપમાં જોઇ રહ્યુ છે. આપણી માટે આ દુનિયાને ભારત વિશે જણાવવાની તક છે. આપણે આ પ્રવાસી ભારતીયોના યોગદાનનું વિશ્વ આકલન કરે છે તો તેને સશક્ત અને સમર્થ ભારતનો અવાજ પણ સંભળાય છે.
Advertisement