લાહોર: પાકિસ્તાનના પંજાબમાં જ્યારે ઇમરાન ખાન પર હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કર્યુ તો તે સમયે ભીડમાં ઉભેલા એક સમર્થક કોઇ ફરિશ્તાથી ઓછો નથી. જ્યારે હુમલાખોર ફાયરિંગ કરી રહ્યો હતો ત્યારે તે વ્યક્તિએ પાછળથી તેની બંદૂક પકડીને નીચે કરી દીધી હતી, જેને કારણે તેનું નિશાન ચુકી ગયુ હતુ અને તેને તુરંત ત્યાથી દોડવુ પડ્યુ હતુ. તે વ્યક્તિએ તે પછી પણ હુમલાખોરનો પીછો છોડ્યો નહતો અને તેને પકડવા માટે દોડી પડ્યો હતો.
Advertisement
Advertisement
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY News અનુસાર, જે કંટેનર પર ઇમરાન ખાન અન્ય નેતાઓ સાથે ઉભા હતા, હુમલાખોરે તે કંટેનર તરફ નિશાન સાધીને ગોળી ચલાવી હતી. જોકે, ફાયરિંગ દરમિયાન ઇમરાન ખાનના સમર્થકે બંદૂકધારીનો હાથ પકડી લીધો હતો, જેને કારણે તે નિશાન ચુકી ગયો હતો.
હુમલાખોરનો પ્રયાસ નિષ્ફળ કરનારા વ્યક્તિને ઇમરાન ખાનના અન્ય સમર્થકોએ ખભા પર ઉચકી લીધો હતો. સમર્થકોનું કહેવુ છે કે જે તેને કર્યુ, તે બાદ તે કોઇ હીરોથી ઓછો નથી. સોશિયલ મીડિયા પર પણ તે વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ખાસ કરીને ઇમરાન ખાનના સમર્થક તે યુવકની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર જીવલેણ હુમલો, ગોળી વાગતા હૉસ્પિટલમાં દાખલ
હુમલાને નિષ્ફળ બનાવનારા વ્યક્તિએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યુ, હું ઇમરાન ખાનને જોઇ રહ્યો હતો, ત્યારે મે જોયુ કે હુમલાખોર પોતાની બંદૂક લોડ કરી રહ્યો છે. તેને ઇમરાન ખાનને નિશાન બનાવીને એક ગોળી ચલાવી હતી પરંતુ તે બાદ મે તેનો હાથ પકડી લીધો હતો અને બંદૂક નીચી કરી દીધી હતી. આ વ્યક્તિએ જણાવ્યુ કે, પોતાના નિષ્ફળ પ્રયાસમાં હુમલાખોરે ઓટોમેટિક હથિયારથી ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં એક બુલેટ બીજા વ્યક્તિને લાગી હતી. ફાયરિંગ બાદ અફરા તફરી થતા તે હથિયાર છોડીને ભાગવા લાગ્યો હતો. જોકે, મે કેટલાક લોકોની મદદથી આરોપી હુમલાખોરને પકડી લીધો હતો.
Advertisement