Imran Khan Rally: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રેલીમાં ફાયરિંગ થયુ છે, તે ગોળીબારમાં ખુદ ઇમરાન ખાન પણ ઘાયલ થયા છે, આ સિવાય 9 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. એક વ્યક્તિના મોતની પૃષ્ટી થઇ છે. પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે. ઇમરાન ખાનને લાહોરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે અને ડૉક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે.
Advertisement
Advertisement
પોલીસ અનુસાર બે હુમલાખોરોએ વજીરાબાદમાં રેલી દરમિયાન ફાયરિંગ કર્યુ હતુ, તેમાંથી એકને તો ઘટનાસ્થળે જ ઠાર મારવામાં આવ્યો હતો જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઇમરાન ખાને આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે, ઇમરાન કાને કહ્યુ કે અલ્લાહે તેમણે નવુ જીવન આપ્યુ છે. તે લખે છે કે અલ્લાહે મને આ બીજુ જીવન આપ્યુ છે. ઇંશાઅલ્લાહ હું ફરી વાપસી કરીશ, લડાઇ ચાલુ રાખીશ.
મહત્વપૂર્ણ છે કે ઇમરાન ખાન પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢી રહ્યા છે. તે વર્તમાન સરકાર વિરૂદ્ધ રસ્તા પર સતત પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારથી તે તોષખાના ઘટનામાં દોષી થયા છે તેમની તરફથી આઝાદી માર્ચની શરૂઆત કરવામાં આવી છે. ઇમરાન ખાન સિવાય પૂર્વ રાજ્યપાલ ઇમરાન ઇસ્મેલ પણ ઘાયલ થયા છે.
કોણ છે ઇમરાન ખાન પર હુમલો કરનાર શખ્સ?
ઇમરાન ખાન પર જીવલેણ હુમલો કરનાર શખ્સનું નામ નાવીદ કહેવામાં આવી રહ્યુ છે. હુમલાખોરમાંથી એકે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે ઇમરાન લોકોને ગુમરાહ કરી રહ્યા હતા, મારાથી આ ના જોઇ શકાયુ. અજાનના સમયે ડેક વગાડીને અવાજ કરતા હતા, મે માત્ર ઇમરાન ખાનને મારવાનો પ્રયાસ કર્યો હતો, માટે તેમણે આ રીતનું પગલુ ભર્યુ. એવા પણ સમાચાર છે કે ઇમરાન ખાન પર હુમલો કરનારા બીજા હુમલાખોરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
આ વચ્ચે એક તસવીર સામે આવી છે જેમાં એક શખ્સ હાથમાં બંદૂક સાથે જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ તે વ્યક્તિ છે જેને રેલીમાં ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ ARY News અનુસાર, હુમલાખોર રસ્તા પર ઉભો થઇને કંટેનર તરફથી ગોળી ચલાવી હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઉભા હતા.
Advertisement