નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશના પ્રમુખ ડૉ. ઉમર ઇલિયાસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા છે. ગુરૂવારે ભાગવત અને ઉમર અહેમદ ઇલિયાસી વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાત દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગ પર
આવેલી મસ્જિદમાં થઇ હતી.
Advertisement
Advertisement
તે બાદ ભાગવત ઉત્તર દિલ્હીના આઝાદપુરમાં આવેલી મદ્રસામાં પણ ગયા હતા. અહી ભાગવત જ્યારે બાળકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઇલિયાસીએ તેમણે ‘રાષ્ટ્રપિતા’ ગણાવ્યા હતા. જોકે, RSSના અધિકારીઓનું કહેવુ છે કે તેની પર ભાગવતે તેમણે ટોકતા કહ્યુ કે રાષ્ટ્રપિતા એક જ છે અને આપણે બધા ભારતના સંતાન છીએ.
આ મુલાકાત બાદ ઇલિયાસીએ કહ્યુ, ‘તે રાષ્ટ્રપિતા છે. અમે દેશને મજબૂત કરવા માટે કેટલાક મુદ્દા પર ચર્ચા કરી હતી. ‘ તેમણે કહ્યુ કે ભાગવતના પ્રવાસથી મોટો મેસેજ જશે. આપણે બધા માટે, દેશ પહેલા છે. આપણો DNA એક જ છે, બસ પૂજા કરવાની રીત અલગ અલગ છે.
ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ કહેનારા ઇલિયાસી કોણ?
ડૉ. ઉમર અહમદ ઇલિયાસી ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશન (AIIO)ના પ્રમુખ છે. દાવો છે કે આ સંગઠનમાં 5 લાખથી વધારે ઇમામ છે, જે 21 કરોડ ભારતીય મુસલમાનોનો અવાજ છે.
AIIOનો દાવો છે કે તે દુનિયામાં ઇમામોનું સૌથી મોટુ સંગઠન છે. એવો પણ દાવો છે કે આ સંગઠનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળેલી છે. તાજેતરમાં ડૉ. ઉમર અહમદ ઇલિયાસીને પંજાબની દેશ ભગત યૂનિવર્સિટીએ ડૉક્ટરેટની ડિગ્રીથી નવાજ્યા છે. દાવો છે કે ભારતીય ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મસ્જિદના ઇમામને આટલી મોટી ડિગ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. ઇલિયાસીને ઇસ્લામી કાયદાના જાણકાર માનવામાં આવે છે. તે કેટલાક ઇસ્લામી બુદ્ધિજીવિઓમાંથી એક છે, જે આતંકવાદ અને ઉગ્રવાદ પર પોતાની સ્પષ્ટ સ્થિતિ રાખે છે. AIIOની વેબસાઇટ પર રહેલી જાણકારી અનુસાર, ડૉ.ઉમર અહમદ ઇલિયાસીને શાંતિ અને સદભાવ માટે દેશ-દુનિયામાં હજારો એવોર્ડ્સથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.
જ્યારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા, ત્યારે ઇલિયાસીએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે પહેલા લોકો CAA અને NRCને સમજી લે અને તે પછી કઇક ખોટુ લાગે તો શાંતિ સાથે પ્રદર્શન કરે, તેમણે અપીલ કરતા કહ્યુ હતુ કે સરકારી સંપત્તિને નુકસાન પહોચાડવુ અથવા કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.
ઉમર અહમદ ઇલિયાસીની ભાગવત સાથે પહેલા પણ કેટલીક વખત મુલાકાત થઇ ચુકી છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરી ચુક્યા છે.
Advertisement