શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પોલીસ મહાનિર્દેશક હેમંત લોહિયાની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. આ હુમલાની જવાબદારી પીપુલ્સ એન્ટી-ફાસિસ્ટ ફ્રંટ (PAFF)એ લીધી છે, જે પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલુ છે.
Advertisement
Advertisement
પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ (PAFF) પાકિસ્તાની બેસ્ડ આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનું જ બદલાયેલુ રૂપ છે. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ PAFFનું નામ સામે આવવા લાગ્યુ હતુ. PAFF આતંકી સંગઠન અંસાર ગજવત ઉલ હિંદના માર્યા ગયેલા કમાન્ડર જાકિર મૂસાથી પ્રેરિત છે, જે વૈશ્વિક આતંકી ગ્રુપ અલ કાયદા માટે વફાદાર માનવામાં આવતો હતો.
2020માં વીડિયો જાહેર કરીને આપી હતી ધમકી
પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ (PAFF)એ 2020માં વીડિયો જાહેર કરીને ધમકી આપી હતી, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કાશ્મીરમાં ઇઝરાયલની જેમ સેટલર્સ કોલોની વસવા નહી દે. આ કોલોનીમાં વસનારા ભારતીયોને નિશાન પર લેવામાં આવશે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના DG (જેલ) હેમંત લોહિયાની હત્યા, અમિત શાહ છે J&Kની મુલાકાતે
કેટલાક હુમલાની જવાબદારી લઇ ચુક્યુ છે
PAFF પહેલા પણ કેટલાક હુમલાની જવાબદારી લઇ ચુક્યુ છે. ઓક્ટોબર 2021માં જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટમાં ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલાની જવાબદારી પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટે લીધી હતી. સુરનકોટમાં થયેલા આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થઇ ગયા હતા.
આ પહેલા પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભાજપના નેતા રાકેશ પંડિતાની હત્યાની જવાબદારી લઇ ચુક્યુ છે. સંગઠન તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને કહેવામાં આવ્યુ હતુ કે તેમના કેડરે ત્રાલમાં રાકેશ પંડિતાની હત્યા કરી છે. રાકેશ પંડિતા ત્રાલના કોર્પોરેટર હતા.
કેટલાક વીડિયો જાહેર કરી ચુક્યુ છે PAFF
PAFF અત્યાર સુધી કેટલાક વીડિયો મેસેજ જાહેર કરી ચુક્યુ છે અને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પોતાના ઉદ્દેશ્યને મેળવવા માટે આ રીતના હુમલાની ચેતવણી આપી છે. એક વીડિયોમાં એક વ્યક્તિએ સુરક્ષાદળ વિરૂદ્ધ હુમલાને વધારવાની ચેતવણી આપી હતી.
આટલુ જ નહી સંગઠને એવી પણ ચેતવણી આપી હતી કે તે ભારતના કાશ્મીરમાં કોઇ પણ G-20 બેઠકનું આયોજન કરવાની પરવાનગી ના આપવા માટે દ્રઢ છે અને તેને રોકવા માટે કઇ પણ અને બધુ કરશે. હેમંત લોહિયાની હત્યાના સમાચાર મળતા જ જમ્મુ કાશ્મીર એલર્ટ મોડ પર આવી ગયુ છે કારણ કે આટલી મોટી ઘટના થવી સુરક્ષા પર સવાલ ઉઠાવે છે.
Advertisement