ઋષિકેશ: ઉત્તરાખંડ પોલીસે એક યુવતીની હત્યાના કેસમાં ભાજપના નેતા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીનો શબ ઋષિકેશની ચિલ્લા નહેરમાંથી મળી આવ્યો હતો. હવે SIT આ કેસની તપાસ કરશે.
Advertisement
Advertisement
હત્યાના મુખ્ય આરોપીનું નામ પુલકિત આર્ય છે અને તે હરિદ્વારના ભાજપના નેતા વિનોદ આર્યનો પુત્ર છે. અન્ય આરોપીની ઓળખ રિસોર્ટ મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તા તરીકે થઇ છે. પોલીસે જણાવ્યુ કે ત્રણેય આરોપીઓએ યુવતીની હત્યાની વાતને કબુલી છે.
શું છે હત્યાની ઘટના?
18 સપ્ટેમ્બરે યુવતી ત્રણેય આરોપીઓ સાથે ઋષિકેશ ગઇ હતી. રસ્તામાં ત્રણેય આરોપીઓ અને યુવતી વચ્ચે ઝઘડો થયો હતો. યુવતીએ આરોપ લગાવ્યો કે પુલકિતના રિસોર્ટમાં અશ્લીલ કામ થાય છે અને તે તેની જાણકારી સાર્વજનિક કરી નાખશે. જેને કારણે ગુસ્સે થયેલા ત્રણેય આરોપીઓએ તેને નહેરમાં ધક્કો માર્યો હતો, જ્યા ડુબીને તેનું મોત થયુ હતુ. મૃતક યુવતી પુલકિતના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી.
ગુમ થયાની ફરિયાદને હત્યાના કેસમાં બદલી
યુવતીના ગુમ થયા બાદ તેના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે પોલીસે તેને હત્યામાં બદલીને ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ તેમણે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમણે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. યુવતીના પિતાએ આરોપ લગાવ્યો કે આરોપીઓએ તેમની દીકરીનું યૌન શોષણ કર્યુ છે અને તેનો ઓડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે.
લોકોએ પ્રદર્શન કર્યુ
યુવતીની હત્યાને લઇને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમા જોઇ શકાય છે કે લોકો આરોપીઓને લઇ જઇ રહેલી પોલીસની ગાડીને ઘેરીને ઉભા રહ્યા છે. ભીડે આરોપીઓ સાથે ધક્કામુક્કી પણ કરી હતી. એવામાં કેટલાક લોકોએ ઋષિકેશના લક્ષ્મણ ઝૂલા પાસે આવેલા આરોપીના રિસોર્ટમાં તોડફોડ પણ કરી હતી.
રાજ્યના તામ રિસોર્ટના તપાસના આદેશ
ઘટના સામે આવ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ જિલ્લા અધિકારીઓને રાજ્યમાં બનેલા તમામ રિસોર્ટની તપાસ કરવા અને ત્યા કામ કરી રહેલા કર્મચારીઓની સ્થિતિ જાણવાના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે કહ્યુ કે જે રિસોર્ટ વગર પરવાનગીના ચાલી રહ્યા છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ.
મુખ્યમંત્રી ધામીએ યુવતીની હત્યાને જઘન્ય અપરાધ ગણાવતા કહ્યુ કે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.
પ્રભાવશાળી નેતાનો પુત્ર છે મુખ્ય આરોપી
ઋષિકેશણાં રિસોર્ટ ચલાવનારા અને હત્યાના મુખ્ય આરોપી પુલકિત આર્ય પ્રભાવશાળી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. પુલકિત લૉકડાઉન દરમિયાન પણ વિવાદમાં રહ્યો હતો, જ્યારે તે પ્રતિબંધ લાગુ થવા છતા ઉત્તર પ્રદેશના એક વિવાદિત નેતા સાથે ઉત્તરકાશીના એક પ્રતિબંધિત સ્થળ પર ગયો હતો.
પુલકિતના પિતા વિનોદ આર્ય ભાજપ ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે અને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પુલકિતનો ભાઇ પણ ભાજપમાં સક્રિય ચે.
Advertisement