ગાંધીનગર: બિલકિસ બાનો કેસના દોષી છુટ્યા બાદ સાક્ષીને ધમકાવવા લાગ્યા છે. CJI યૂયૂ લલિતને લખવામાં આવેલા પત્રમાં બિલકિસ બાનો કેસમાં સાક્ષીએ પોતાના જીવને ખતરો ગણાવ્યો છે. સાક્ષીએ કહ્યુ કે તેને જીવથી મારવાની ધમકી આપવામાં આવી છે.
Advertisement
Advertisement
15 ઓગસ્ટ, 2002ના રમખાણ દરમિયાન બિલકિસ બાનોના સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના દોષીઓને ગુજરાત સરકારે જેલમાંથી છોડી મુક્યા હતા. બિલકિસ બાનો કેસના સાક્ષી ઇમ્તિયાઝ ઘાંચી ગુજરાતના સીંધવડ ગામનો રહેવાસી છે અને અત્યારે દેવગઢ બારિયામાં રહે છે. 19 સપ્ટેમ્બરે લખવામાં આવેલા પત્રમાં તેને કહ્યુ કે તે 15 ઓગસ્ટે સીંધવડથી દેવગઢ બારિયા આવતો હતો, ત્યારે રાધેશ્યામ શાહે તેને પિપલોડ રેલ્વે બેરિકેટ પર જોયો હતો.
ઇમ્તિયાઝે કહ્યુ કે રાધેશ્યામ શાહે તેને ઇશારો કર્યો અને કહ્યુ કે- તમને શું મળ્યુ મને આરોપી કહીને, હું હવે બહાર છું, તે બાદ તે ત્યાથી જતો રહ્યો હતો.
ઇમ્તિયાઝે CJIને લખેલા પત્રમાં કહ્યુ છે કે તેના જીવને ખતરો છે અને દોષીઓ વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવે. બિલકિસ બાનો કેસમાં મુંબઇની વિશેષ સીબીઆઇ કોર્ટ સામે એક કેસ દરમિયાન ઇમ્તિયાઝે જણાવ્યુ હતુ કે એક આરોપી નરેશને જોયો હતો, સાથે જ એક અન્ય આરોપી પ્રદીપ મોઢિયાને પણ જોયો હતો, જે પથ્થરમારો કરી રહ્યા હતા.
15 ઓગસ્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષીઓની સજા માફ કરીને તેમણે છોડી મુકવામાં આવ્યા હતા જે બાદ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ટિકા થઇ હતી. વિપક્ષી પાર્ટીઓ સહિત માનવ અધિકાર માટે કામ કરનારા સંગઠનોએ પણ આ નિર્ણયની ટિકા કરી હતી. ખુદ ભાજપના નેતાઓએ બિલકિસના દોષીઓને છોડવા ખોટો નિર્ણય ગણાવ્યો હતો.
Advertisement