અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનના ચાર પ્રદેશોના રશિયા સાથે વિલીનીકરણની જાહેરાતની આકરી ટીકા કરી છે. રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનના સાર્વભૌમ પ્રદેશોને રશિયા સાથે જોડવાના કપટપૂર્ણ પ્રયાસની નિંદા કરે છે.
Advertisement
Advertisement
રશિયા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરને કચડી રહ્યું છે અને શાંતિપ્રિય દેશોનો અનાદર કરી રહ્યું છે.”
તેમને કહ્યું, આવા કામો ગેરકાયદેસર છે. અમેરિકા હંમેશા યૂક્રેનની આંતરાષ્ટ્રીય સીમાઓનું સમ્માન કરતું રહેશે. આપણે આ વિસ્તારોને પરત મેળવીને યૂક્રેનની કોશિશોને પોતાનું સમર્થન આપતા રહીશું. તે માટે રાજદ્વારી અને લશ્કરી રીતે અમે યૂક્રેનના હાથ મજબૂત કરતાં રહીશું.
આ પણ વાંચો : #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?
રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે અમેરિકાએ આ સપ્તાહે યૂક્રેનને વધારે સુરક્ષા મદદ માટે 1.1 અરબ ડોલર આપવાની જાહેરાત કરી છે. રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરતાં રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું, યૂક્રેનના વિસ્તારો પર કબ્જાના દાવાના જવાબમાં અમેરિકાએ પોતાના સહયોગિઓ સાથે આજે નવા પ્રતિબંધોની જાહેરાત કરે છે. આ પ્રતિબંધ રશિયાની અંદર અને બહાર યૂક્રેનની સીમાઓની સ્થિતિ બદલવાની ગેરકાયદેસર કોશિશોને રાજકીય અને આર્થિક સમર્થન આપનારા વ્યક્તિઓ અને સંગઠનો પર લાગૂં થશે.
રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું, “અમે રશિયાને જવાબદાર ઠેરવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકત્ર કરવાનો પ્રયાસ કરીશું. મને આશા છે કે કોંગ્રેસ યુક્રેનને વધારાની $12 બિલિયનની સહાયની દરખાસ્ત કરતો કાયદો મંજૂર કરશે.”
Advertisement