સર સૈયદ અહમદ ખાં ઇચ્છતા હતા કે મુસ્લિમોના એક હાથમાં કુરાન અને બીજામાં વિજ્ઞાન હોય. આ તે સમયની વાત હતી જ્યારે મુસ્લિમ શિક્ષણમાં પછાત હતા. દીકરીઓને સ્કૂલમાં મોકલવા સમ્માન વિરૂદ્ધ માનવામાં આવતુ હતુ. સર સૈયદે આ વિચારને બદલવાનું બીડુ ઝડપ્યુ હતુ. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની જેમ ભારતમાં જ આવી યૂનિવર્સિટીનું સ્વપ્ન જોયુ હતુ. 1875માં તેમણે સાત વિદ્યાર્થીઓ લઇને મદ્રસા-તુલ-ઉલૂમના રૂપમાં અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)નો પાયો રાખ્યો હતો. જે આજે દેશ-દુનિયાની ઓળખ બની ગઇ છે. સર સૈયદના આ સપનાને AMUમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ સાકાર કરી રહ્યા છે. દેશ-વિદેશમાં શિક્ષણ સંસ્થા ખોલીને શિક્ષણના દીવા પ્રગટાવી રહ્યા છે.
Advertisement
Advertisement
દિલ્હી અને આગ્રામાં કરી નોકરી
દિલ્હીના દરિયાગંજમાં 17 ઓક્ટોબર 1817માં જન્મેલા સર સૈયદ અહમદે અરબી, ફારસી, ઉર્દૂમાં દીની તાલીમ લીધી હતી. ન્યાયિક સેવામાં રહીને પહેલા દિલ્હી અને આગ્રામાં નોકરી કરી. 1864માં અલીગઢમાં મુન્સિફ તરીકે તૈનાત થયા. આ આગમન સર સૈયદ માટે ક્રાંતિકારી સાબિત થયુ. 1857ની ક્રાંતિએ તેમણે હચમચાવી નાખ્યા. સર સૈયદે આ દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી શરૂ કરી. અંગ્રેજોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે લંડનની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટી જેવી સંસ્થાઓ ભારતમાં ખોલવાનું સપનું જોયું. 8 જાન્યુઆરી, 1877ના રોજ 74 એકર જમીન પર મોહમ્મડન એંગ્લો-ઓરિએન્ટલ (MAO) કોલેજનો પાયો નાખવામાં આવ્યો હતો. 1920માં આ કોલેજને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીનો દરજ્જો મળ્યો.
મસ્જિદમાં જામિયા મિલિયાનો પાયો નાખ્યો
AMO કોલેજથી AMU સુધીની સફરમાં સર સૈયદના ચમને આવા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પેદા કર્યા છે જેમણે પોતાની સંસ્થાનું નામ રોશન કર્યુ છે. દિલ્હીની જામિયા મિલિયા યૂનિવર્સિટીની સ્થાપના 29 ઓક્ટોબર 1920ના રોજ એએણયુની જામા મસ્જિદ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. મૌલાના મોહમ્મદ અલી જોહર, મૌલાના શૌકત અલી, અબ્દુલ મજીદ ખ્વાજા અને ડૉ. ઝાકિર હુસૈન તેના સ્થાપક સભ્યો હતા. 1925ની આસપાસ, હકીમ અજમલ ખાન તેને દિલ્હીના કરોલ બાગ લઇ ગયા હતા. ઓખલા નજીક વધુ જમીન મળ્યા બાદ 1936માં જામિયા મિલિયાની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે દિલ્હીની પસંદગીની યૂનિવર્સિટીઓમાં સામેલ છે.
અમેરિકામાં ઓક્સફર્ડ સેન્ટર
AMUના ભણેલા-ગણેલા વિદ્યાર્થીઓ વિદેશોમાં પણ જ્ઞાનનો દીવો પ્રગટાવી રહ્યા છે. AMU ઇતિહાસના નિષ્ણાત ડૉ. રાહત અબરારના જણાવ્યા અનુસાર, AMUમાંથી BA અને MA કરનાર ફરહાત નિઝામીએ 1985માં યુએસમાં ઓક્સફર્ડ સેન્ટર ફોર ઇસ્લામિક સ્ટડીઝની સ્થાપના કરી હતી. પાકિસ્તાનના કરાચીમાં સર ઝિયાઉદ્દીન મેડિકલ યૂનિવર્સિટીની સ્થાપના પણ અહીના પૂર્વ વિદ્યાર્થીઓએ કરી હતી. BCA, MCAનો અભ્યાસ કરનાર મુહિબુલ હકે 2011માં મેઘાલયમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. સપાના નેતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મોહમ્મદ આઝમ ખાને રામપુરમાં મૌલાના મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટી બનાવી હતી.
આ પણ વાંચો: ગુજરાતના 8% દલિતોનું ભવિષ્ય તેમની રાજકીય પસંદગી પર રહેશે નિર્ભર!
અલીગઢમાં સ્કૂલથી લઇને યૂનિવર્સિટી સુધી
AMUમાં ભણેલા પૂર્વ વિદ્યાર્થીઓએ અલીગઢમાં કેટલીક શિક્ષણ સંસ્થા ખોલી હતી. મૌલાના તુફૈલ અહમદ બંગલૌરીએ 1927-28માં જીટી રોડ પર સ્કૂલની સ્થાપના કરી હતી, જે આજે રાજા મહેન્દ્ર પ્રતાપ AMU સિટી સ્કૂલના રૂપમાં છે. શેખ અબ્દુલ્લા પાપા મિયાંએ 1906માં ઉપરકોટ પર ટનટનપાડામાં સ્કૂલ ખોલી હતી. કેટલાક દિવસ આ બનીસરાયમાં પણ ચાલી. બાદમાં મૈરિસ રોડ પર ખોલવામાં આવી. આજે આ સ્કૂલ અબ્દુલ્લા પ્રાઇમરી સ્કૂલ, સિટી ગર્લ્સ હાઇસ્કૂલ, સીનિયર સેકન્ડરી સ્કૂલ ગર્લ્સ અને વીમેન્સ ડિગ્રી કોલેજના રૂપમાં ઓળખાણ બનાવી છે. આફતાબ અહમદ ખાંએ શમશાદ માર્કેટમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલી હતી. આ તમામ સ્કૂલ AMU સાથે સબંધિત છે.
રાજા મહેન્દ્ર પ્રતાપે પણ કોલેજ બનાવડાવી
AMO કોલેજમાં અભ્યાસ કરનારા મહાન સ્વતંત્રતા સંગ્રામ સૈનાની રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે વૃંદાવનમાં પોતાના પુત્રના નામ પર પ્રેમ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. રાજના નામ પર હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ લોધા પાસે રાજકીય યૂનિવર્સિટીનું નિર્માણ કરાવી રહી છે.
બે પૂર્વ વિદ્યાર્થી UPSCના ચેરમેન રહ્યા
એએમયૂ વિદ્યાર્થીઓએ દેશના સર્વોચ્ચ બંધારણીય રાષ્ટ્રપતિ જેવા પદો પર રહીને જ દેશનું નામ રોશન કર્યુ નથી પણ દેશ માટે સિવિલ સર્વિસ હેઠળ ટાપ બ્યૂરોક્રેટ તૈયાર કરનારી સંસ્થા સંઘ લોક સેવા આયોગ (UPSC)ના ચેરમેન પદ પણ શણગાર્યું છે. એએમયૂના પૂર્વ વિદ્યાર્થી રહેલા પ્રો. ડીપી અગ્રવાલ યૂપીએસસીના ચેરમેન રહ્યા છે. તે આયોગના 2003માં સભ્ય રહ્યા બાદ 2008માં આયોગના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા, આ પહેલા પૂર્વ વિદ્યાર્થી અખલાક-ઉર-રહમાન કિદવઇ સંઘ લોકસેવા આયોગના ચેરમેન 1974થી 1977 સુધી રહ્યા. સાથે જ કેટલાક રાજ્યના રાજ્યપાલ એએમયૂના ચાન્સેલર પણ રહ્યા છે.
Advertisement