ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતની આબાદીમાં લગભગ આઠ ટકાની સંખ્યા ધરાવનાર દલિત લોકો ભલે આંકડાના હિસાબે રાજ્યમાં પ્રભાવશાળી સમુદાય નથી પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમના મતોની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વહેંચણી થઇ શકે છે.
Advertisement
Advertisement
રાજકીય નિષ્ણાતો માને છે કે, બધા રાજકીય પક્ષ આ સમુદાયને લોભાવવાની કોશિશમાં લાગ્યા છે કેમ કે રાજ્યમાં કુલ 182 સીટોમાંથી જ અનુસૂચિત જાતિઓ માટે અનામાત 13 સીટો ઉપરાંત દલિત મતદાતા કેટલાક ડઝનેક સીટો પર અસર કરે છે.
ભાજપાનું કહેવું છે કે, તેને વિશ્વાસ છે કે દલિત આ વર્ષના અંતમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં તેને વોટ આપશે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે, તે એવી સીટો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે, જ્યાં 10 ટકા અથવા તેનાથી વધારે દલિત આબાદી છે.
ભાજપાએ 1995 પછી જ અનુસૂચિત જાતિઓ માટે અનામત 13 સીટોમાંથી વધારે જીત નોંધાવી છે. તેને 2007 અને 2012માં તેમાં ક્રમશ: 11 અને 10 સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસે બે અને ત્રણ સીટો જીતી હતી.
પરંતુ 2017માં ભાજપ માત્ર સાત સીટો જ જીતી શકી જ્યારે કોંગ્રેસે પાંચ સીટો જીતી હતી. એક સીટ કોંગ્રેસ સમર્થિક સ્વતંત્ર ઉમેદવારે જીતી હતી.
ગઢડાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારૂએ 2020માં રાજીનામું ધરી દીધું હતુ અને 2022માં ભાજપામાં સામેલ થઇ ગયા. ભાજપાના આત્મારામ પરમારે આ સીટ પર પેટાચૂંટણી જીતી હતી.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ દાવો કર્યો કે ગુજરાતમાં દલિત સમુદાય પોતાની પાર્ટીને લઇને અસમંજસની સ્થિતિમાં છે. અન્ય સમુદાયના સરખામણીમાં સંખ્યાબળના હિસાબથી તેમની આબાદી વધારે નથી અને તે ત્રણ ઉપ-જાતિઓ વણકર, રોહિત તથા વાલ્મિકીમાં વહેંચાયેલા છે.
ગુજરાત વિશ્વવિદ્યાલયના સેવાનિવૃત પ્રોફેસર જાનીએ કહ્યું, તેઓ પોતાના સમાજમાં જ વહેંચાયેલા છે, ભાજપા વણકરને આકર્ષિત કરી રહ્યું છે, જેમની સંખ્યા સૌથી વધારે છે. તે વધારે સ્પષ્ટવાદી અને શહેરી છે. પરંતુ મુખ્યત: સફાઇ કર્મી વાલ્મિકી વિભાજિત છે.
તેમના અનુસાર ત્રણ રાજકીય પાર્ટીઓ અને ત્રણ પેટા જાતિઓ છે, દલિત મતોનું વિભાજન થશે. તેમને કહ્યું, ‘આનાથી તેમનું રાજકીય પ્રભાવ ઓછું થઇ જશે અને ખાસ રીતે ત્યારે જ્યારે સમુદાય પાસે કોઈ મજબૂત નેતા નથી.’
જાનીએ કહ્યું કે, ડો બીઆર આમ્બેડરની વિરાસત પર દાવો કરનારી આમ આદમી પાર્ટી આ મુકાબલામાં સામેલ થવાથી દલિત વોટો ત્રણ ભાગોમાં વહેંચાઇ જશે.
તેમને કહ્યું, આ સમુદાયની નવી પેઢી અસમંજસમાં છે. યુવાઓના મતદાનની પ્રવૃતિ ત્રણેય પાર્ટીઓ વચ્ચે વિભાજિત થવા જઈ રહી છે. આ વિભાજનથી કોઈ રાજકીય પાર્ટીને ના ફાળદો પણ મળશે નહીં અને સમુદાયને પણ કોઇ ફાયદો થશે નહીં.
જાનીએ કહ્યું, દલિતોનું ભાજપા સાથે લાંબુ સંબંધ રહ્યો છે. તેમને કહ્યું કે, તો કોંગ્રેસ દલિત સમુદાય પર પોતાની પક્કડ બનાવી રાખી શકી નહીં કેમ કે તે લાંબા સમયથી સત્તામાંથી બહાર છે.
તેમને કહ્યું કે, “વિપક્ષમાં રહીને પણ કોંગ્રેસ દલિતોના હક્કની લડાઇના મુદ્દાઓને ઉઠાવી શકી નહીં જેની સમાજને આશા હતી. કોંગ્રેસના અનેક દલિત નેતા ભાજપમાં જતા રહ્યાં.”
તેમને કહ્યું, “સાથે જ આપની મહાત્મા ગાંધીને હાંસિયા પર ધકેલીને બાબા સાહેબ આંબેડકરની વિરાસત પર દાવો કરીને દલિતોને લોભાવવાની રણનીતિએ આ સમુદાયનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.”
અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આપે રાજ્યમાં સત્તામાં આવવા પર લોકોને અનેક ગેરંટી આપવાના વાયદાઓ કર્યા છે.
આ વચ્ચે ભાજપા પ્રવક્ત યગ્રેશ દવેએ કહ્યું કે, દલિત સમુદાય માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનું પ્રચાર કરવા ઉપરાંત તે ઝાંઝરકા અને રોસરા જેવા દલિત સમુદાયના ધાર્મિક સ્થળોના પ્રમુખોને પણ પોતાના પક્ષમાં કરી રહ્યાં છે.
તેમને કહ્યુ, 2017માં પણ દલિત સમુદાયે ભાજપાનું સમર્થન કર્યું હતુ અને અમારૂ માનવું છે કે 2022માં પણ અમને તેમનું સમર્થન મળશે.
કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ હિતેન્દ્ર પિઠાડિયાએ કહ્યું કે, પાર્ટી 10 ટકા અથવા તેનાથી વધારે દલિત આબાદીવાળી સીટો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
તેમને કહ્યું, આ સંભવત: પ્રથમ વખત છે કે કોંગ્રેસ પોતાને માત્ર અનામત સીટો સુધી સીમિત રાખી રહી નથી. અમે 10 ટકાથી વધારે દલિત મતદાતાઓવાળી લગભગ 40 સીટોની ઓળખ કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ત્રિકોણીયો જંગ બની ગયો છે. દલિત સમાજ વહેંચાઇ જશે તો તેનું ભવિષ્ય ધૂંધળુ જ રહેશે. પરંતુ એક બનીને તે કઇ રાજકીય પાર્ટી ઉપર પોતાની પસંદ ઉતારે છે, તે તેમના સમાજનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભલે દલિત સમાજ ત્રણ પેટા-જાતિઓમાં વહેંચાયેલો રહ્યો પરંતુ તમામ લોકોનો ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બનશે જ્યારે રાજકીય પાર્ટીને એક થઇને પસંદ કરશે. તેઓ આ ચૂંટણીમાં વહેંચાઇ જશે તો આગામી વર્ષોમાં પણ તેમના સમાજને નજરઅંદાજ કરવામાં આવતો રહેશે, જેવી રીતે અત્યાર સુધી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં આ ચૂંટણીમાં લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. આ એક એવો વિકલ્પ છે, જેના ઉપર લોકો વિશ્વાસ કરી રહ્યાં છે. તેવું પ્રથમ વખત બની રહ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તો બીજી વખત એવું પણ પ્રથમ વખત બની રહ્યું છે કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ બંનેના મતદાતાઓને આકર્ષિત કર્યા છે.
Advertisement