મુંબઇ: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર શખ્સની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે બિહાર પોલીસની મદદથી આ વ્યક્તિની દરભંગા જિલ્લામાંથી ધરપકડ કરી છે, જેને હવે મુંબઇ લાવવામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
આ વ્યક્તિએ દક્ષિણ મુંબઇના સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં બુધવારે ફોન કરીને એન્ટીલિયાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેટલાક દિવસ પહેલા પણ અંબાણી પરિવારને આ રીતની ધમકી આપવામાં આવી હતી, આ ઘટનામાં મુંબઇ પોલીસે દહિસરથી એક માનસિક રીતે વિકલાંગ વ્યક્તિની ધરપકડ કરી હતી.
મુંબઇ પોલીસના અધિકારીઓએ જણાવ્યુ કે ફોન કરનારા વ્યક્તિએ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જીવથી મારવાની ધમકી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે અજાણ્યા વ્યક્તિએ દક્ષિણ મુંબઇના ગિરગાંવમાં આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર પહેલા બપોરે 12.57 વાગ્યે અને પછી સાંજે 5.04 વાગ્યે કોઇ અજાણ્યા નંબરથી ફોન કર્યો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં પંજાબી પરિવારના ચાર સભ્યોના મળ્યા મૃતદેહ, થોડા દિવસ પહેલા થયું હતુ અપહરણ
પહેલા પણ અંબાણી પરિવારને મળી ચુકી છે ધમકી
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ઓગસ્ટમાં એક જૌહરીને હોસ્પિટલમાં ફોન કરવા અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જીવથી મારવાની ધમકી આપ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021માં અંબાણીના દક્ષિણ મુંબઇ સ્થિત ઘર એન્ટીલિયા પાસે વિસ્ફોટક ભરેલી એક સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ મળ્યુ હતુ. બાદમાં ઘટનામાં તત્કાલીન પોલીસ અધિકારી સચિન વાજે સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement