કેલિફોર્નિયા : યુએસમાં કેલિફોર્નિયાની મર્સિડ કાઉન્ટી પોલીસે બુધવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને એક પંજાબી પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યા છે, જેમનું થોડા દિવસો પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી આ પરિવારને શોધી રહી હતી. પરિવારમાં 27 વર્ષીય જસલીન કૌર, 36 વર્ષીય જસદીપ સિંહ, 39 વર્ષીય અમનદીપ સિંહ અને આઠ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.
આ કેસમાં પોલીસે કહ્યું છે કે તેમની પાસે હત્યા કરનારાઓના સંબંધિત માહિતી છે, પરંતુ તેઓ તેને શેર કરી શકતા નથી.
આ પણ વાંચો : #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ પરિવાર ભારતના હોશિયારપુર શહેરનો છે.
પોલીસે જણાવ્યું છે કે ગયા સોમવારે મર્સિડમાં એક બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટમાંથી બંદૂકની અણી પર પરિવારનું અપહરણ કરવામાં આવ્યું હતું.
Advertisement