પટણા: બિહારમાં જહાનાબાદના જિલ્લા જજની લોક અદાલતમાં દરિયાદિલી જોવા મળી હતી. જજ રાકેશ કુમાર સિંહે કોર્ટમાં કઇક એવુ કર્યુ કે લોકો વચ્ચે આ ચર્ચાનો વિષય બની ગયો. લોક અદાલતમાં જિલ્લા જજ રાકેશ કુમાર સિંહ બેન્કના દેવાના એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન જે ગરીબ વૃદ્ધ પર દેવુ હતુ, તે રડી પડ્યો હતો.
Advertisement
Advertisement
વૃદ્ધાએ જજ સાહેબને કહ્યુ- ‘સાહેબ! દીકરીના લગ્નથી ઘણા દેવામાં ડુબેલો છુ, મારી પાસે એટલા રૂપિયા નથી કે આ બેન્કવાળાનું દેવુ ચુકવી શકુ’. રડતા વૃદ્ધની વાત સાંભળીને જજ સાહેબનું દિલ પીગળી ગયુ હતુ. તે બાદ તેમણે પોતાના ખિસ્સામાંથી વૃદ્ધાનું દેવુ ચુકવવામાં મદદ કરી હતી.
18 વર્ષ પહેલા વૃદ્ધ બ્રાહ્મણે લીધી હતી બેન્કમાંથી લોન
કોર્ટમાં આવેલા વૃદ્ધ બ્રાહ્મણ રાજેન્દ્ર તિવારીએ 18 વર્ષ પહેલા બેન્કમાંથી લોન લીધી હતી, ત્યારથી બેન્કના લોનનું વ્યાજ તો ભરી નાખતા હતા પણ પુરા પૈસા ચુકવી શકતા નહતા. બાદમાં બેન્કને વ્યાજ પણ આપવાનું બંધ કરી નાખ્યુ હતુ. જેની પર બેન્કે નોટિસ મોકલી પરંતુ વૃદ્ધાએ કોઇ જવાબ આપ્યો નહતો. બેન્ક તરફથી વારંવાર નોટિસ ફટકારવામાં આવી હતી, તે બાદ આ કેસ કોર્ટમાં ગયો હતો.
આ પણ વાંચો: મુખ્યમંત્રીને મળ્યો એક વૉટ્સએપ મેસેજ અને મહિનાઓ પછી ખુલ્યો બાળકી સાથે રેપ અને હત્યાનો કેસ
18 હજાર રૂપિયા લોન ભરવાની હતી
વૃદ્ઘ રાજેન્દ્ર તિવારીને લોનને લઇને સમજૂતિ માટે નોટિસ મોકલવામાં આવી અને લોક અદાલતમાં સામેલ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વૃદ્ધા જેવા જ લોક અદાલતમાં લોન સમજૂતિ માટે પહોચી ગયા હતા. સુનાવણી દરમિયાન બેન્ક તરફથી આવેલા વકીલે સમજૂતિના રૂપમાં 18 હજાર રૂપિયાની ડિમાન્ડ કરી હતી. વૃદ્ધાએ કહ્યુ, હું દીકરીના લગ્નમાં ઘણા દેવામાં ડુબેલો છુ, માટે મારી પાસે આપવા માટે માત્ર 5 હજાર રૂપિયા છે, તેનાથી વધારે હું આપી શકતો નથી.
આટલુ કહેતા જ વૃદ્ધ રડવા લાગ્યા હતા. આ કેસની સુનાવણી કરી રહેલા જજ રાકેશ કુમારે વૃદ્ધની હાલત જોઇ તો દયા આવી ગઇ હતી, તેમણે બેન્ક અધિકારીઓને કહ્યુ કે આ વૃદ્ધની લોન હું પોતાના ખિસ્સામાંથી આપી રહ્યો છું. જેવી જ આ વાત ખબર પડી તો કોર્ટ પરિસરમાં જજ સાહેબની પ્રશંસા થવા લાગી હતી.
કોર્ટની બહાર આવતા જ વૃદ્ધાએ જણાવ્યુ કે અમે દીકરીના લગ્ન માટે લોન લીધી હતી, જેના 18 હજાર રૂપિયા બાકી હતા. જજ સાહેબે મારી મદદ કરી તો લોન ચુકવી દીધી. જજ સાહેબે 10 હજાર રૂપિયા આપ્યા, મારી સાથે આવેલા યુવકોએ ત્રણ હજાર અને મે 5 હજાર રૂપિયા આપ્યા હતા.
Advertisement