ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી બિસ્વા સરમાને એક સ્થાનિક પત્રકારે એક 13 વર્ષની આદિવાસી બાળકીની આત્મહત્યા કેસમાં વૉટ્સએપ મેસેજ કર્યો હતો. આ મેસેજ બાદ આ કેસની ફરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાળકી ડારંગ જિલ્લામાં ઘરેલુ સહાયિકાના રૂપમાં કામ કરતી હતી. હવે આ કેસની CID દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે તપાસ કરવામાં આવશે કે શું કથિત રીતે લાંચ લીધા બાદ અધિકારીઓએ રેપ અને હત્યા કેસને આત્મહત્યામાં બદલવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
Advertisement
આસામ સીઆઇડીએ મુખ્ય આરોપી એસએસબી જવાન કૃષ્ણ કમલ બરૂઆ વિરૂદ્ધ બળાત્કારના પ્રયાસ અને હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. બાળકી આ જવાનના ઘરમાં સહાયિકાના રૂપમા કામ કરતી હતી. CIDએ પબ્લિક સર્વન્ટ દ્વારા ભ્રષ્ટાચારનો એક અલગ કેસ પણ દાખલ કર્યો છે. આ સિવાય સસ્પેન્ડેડ પોલીસ અધિકારી અને ધુલે પોલીસ સ્ટેશનના પ્રભારીની ધરપકડ કરી છે. પોસ્ટ મોર્ટમ કરનારા અને બળાત્કારનો ઇનકાર કરનારા ખોટા રિપોર્ટ આપનારા ત્રણ ડૉક્ટર અને કથિત રીતે ખોટા રિપોર્ટ આપનારા એક મેજિસ્ટ્રેટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ વર્ષે જૂનમાં 13 વર્ષની બાળકીનું શબ ધુલા સ્થિત કૃષ્ણ કમલ બરૂઆના ઘરમાં મળ્યુ હતુ. સ્થાનિક પોલીસ અને આરોપીએ દાવો કર્યો હતો કે બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી અને તેના શબને પોસ્ટ મોર્ટમ બાદ દફનાવી દેવામાં આવ્યો હતો. આસામ પોલીસ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે જ્યારે કેસ કરવામાં આવ્યો ત્યારે દરાંજ જિલ્લાના એસપી રાજ મોહન રે હતા. બેન્ક ખાતા અને અન્ય રેકોર્ડની તપાસ બાદ આ ખબર પૃડી કે એસપીને આરોપીના પરિવાર પાસેથી 2 લાખ રૂપિયા મળ્યા હતા. આ લાંચ ધુલા પોલીસ સ્ટેશનના પ્રભારી દ્વારા આપવામાં આવી હતી. કહેવામાં આવ્યુ કે આ પૈસા કેસને નબળો બનાવવા માટે આપવામાં આવ્યા હતા. જેને લઇને પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરિવારજનોનો દાવો છે કે બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ અને પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી.
આ કેસ બે મહિના બાદ ફરી સામે આવ્યો છે, જ્યારે એક સ્થાનિક પત્રકારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે વૉટ્સએપ પર જાણકારી શેર કરી હતી.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ, તે વિસ્તારમાં એક સ્થાનિક પત્રકારે મને આ કેસ અને પરિવારના આરોપો પર વૉટ્સએપ પર એક મેસેજ કર્યો હતો. મે પોતાના કાર્યાલયને ડારંગના એસપી પાસે આ કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગવા કહ્યુ હતુ. રિપોર્ટ મળ્યા બાદ મને શક થયો કે આ કેસમાં કઇક ગડબડ છે, કારણ કે મારા પૂછ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, માટે મે ડીજીપીને આદેશ આપ્યા કે આ કેસને ફરી તપાસની જરૂર છે અને આ કેસ સીઆઇડીને સોપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજીવ ગાંધીના તમામ 6 હત્યારાઓને જેલમાંથી છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
આસાના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંત સાથે મુખ્યમંત્રી પીડિતાના ઘરે પહોચ્યા હતા અને નવેસરથી તપાસનું આશ્વાસન આપ્યુ હતુ. તે બાદ એસપી, એડિશનલ એસપી અને ધૂલા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે સીઆઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સીઆઇડીએ તપાસ કરી છે જેમાં શબને બહાર કાઢવો, ફરી પોસ્ટ મોર્ટમ, કપડાનો ફોરેન્સિક ટેસ્ટ અને અન્ય કેટલાક ટેસ્ટ સામેલ છે. સીઆઇડી આ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ કેસ રેપનો પ્રયાસ અને પછી હત્યાનો છે.
સીઆઇડી અધિકારીઓએ જણાવ્યુ કે 13 વર્ષીય બાળકીએ આરોપીને ધમકી આપી હતી કે તે પોતાના માતા-પિતા અને આરોપીની પત્નીને જણાવશે કે તેનું યૌન શોષણ કરવામાં આવ્યુ છે. તે બાદ આરોપીએ તેના માથા અને ગરદન પર ઇજા પહોચાડી હતી અને ગળુ દબાવીને મારી નાખી હતી. બાદમાં તેને આત્મહત્યા બતાવવા માટે શબને લટકાવી દીધો હતો.
Advertisement