ચેન્નાઇ: તમિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓના ઘર પર હુમલા થઇ રહ્યા છે. મદુરાઇમાં RSS કાર્યકર્તા એમએસ કૃષ્ણનના ઘર પર ત્રણ પેટ્રોલ બોમ્બ ફેકવામાં આવ્યા હતા. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેમાં એક અજાણ્યા શખ્સને એક પછી એક ત્રણ પેટ્રોલ બોમ્બ ઘરની અંદર ફેકતા જોઇ શકાય છે.
Advertisement
Advertisement
મદુરાઇ પોલીસ અનુસાર, ઘટના શનિવાર સાંજે લગભગ 7.30 વાગ્યાની છે. CCTV ફૂટેજમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ ત્રણ સળગતા પેટ્રોલ બોમ્બને લઇને ભાગતા કૃષ્ણના ઘર સામે આવે છે અને એક એક કરીને ત્રણ બોમ્બને ઘરની અંદર ફેકે છે.
તે પછી તે પાછળથી આવી રહેલી પોતાના સાથીની બાઇક પર બેસીને ફરાર થઇ જાય છે. સારૂ આ રહ્યુ કે ઘટનામાં કોઇ પણ નુકસાન થયુ નહતુ.
Advertisement