નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામ પર રાજકારણ શરૂ થઇ ગયુ છે. ગાંગુલીના અધ્યક્ષ પદ છોડવાના સમાચાર વચ્ચે પશ્ચિમ બંગાળની સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યુ છે. ટીએમસીનું કહેવુ છે કે ભાજપે કેટલીક વખત ગાંગુલીને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટીનું કહેવુ છે કે પૂર્વ ક્રિકેટર રાજકીય પ્રતિશોધનો શિકાર બની ગયો છે.
Advertisement
Advertisement
ટીએમસીના નેતા ડૉક્ટર શાંતનુ સેને કહ્યુ, ‘અમિત શાહ કેટલાક મહિના પહેલા સૌરવ ગાંગુલીના ઘરે ગયા હતા. જાણકારી છે કે ગાંગુલીને વારંવાર ભાજપમાં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. ગાંગુલીએ ભાજપમાં સામેલ થવાનો ઇનકાર કર્યો અને તે બંગાળનો છે માટે રાજકીય પ્રતિશોધનો શિકાર બની ગયો છે. ખાસ વાત આ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેટલાક સમય પહેલા પૂર્વ ક્રિકેટરના ઘરે ખાવા માટે પહોચ્યા હતા.
આ પહેલા પણ પાર્ટીએ ભાજપ પર પૂર્વ ક્રિકેટરનું અપમાન કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. ટીએમસીના પ્રવક્તા કૃણાલ ઘોષે કહ્યુ હતુ, અમે આ મામલે સીધી રીતે કઇ નથી કહી રહ્યા. ભાજપે ચૂંટણી પછી આ રીતનો પ્રોપગેન્ડા ચલાવી રાખ્યો છે માટે આ રીતની અટકળો પર પ્રતિક્રિયા આપવી ભાજપની જવાબદારી છે. એવુ લાગી રહ્યુ છે કે ભાજપ સૌરવ ગાંગુલીનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: પીએમ મોદીને 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસની ઝાટકણી કેમ કાઢવી પડી?
શું છે ઘટના?
પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની ગાંગુલીની જગ્યા લઇ શકે છે. બિન્ની 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહી ચુક્યા છે. મંગળવારે જ તેમણે પોતાનું નોમિનેશન દાખલ કર્યુ છે. શક્યતા છે કે તે 18 ઓક્ટોબરે યોજાનાર બોર્ડની વાર્ષિક બેઠકમાં વિરોધ વગર ચૂંટાઇ શકે છે.
Advertisement