ગુજરાત એક્સક્લૂઝિવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચારને લઈને પણ ગુજરાતના વિવિધ સ્થળોએ લોકોને સંબોધિત કર્યા હતા. હવે તેમનો એક કાર્યક્રમ જામકંડોરણા યોજાઇ ગયો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. 27 વર્ષથી સત્તામાંથી દૂર રહેલી કોંગ્રેસ પર તેમને કેમ પ્રહારો કરવા પડ્યા? શું તેઓ કંઇ છૂપાવા માંગે છે? પરંતુ એક રસપ્રદ બાબત તે છે કે, પીએમ મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓનો વિકાસના મુદ્દાનો પણ સમાવેશ કર્યો હતો.
Advertisement
Advertisement
પીએમ મોદીએ પોતાના કાર્યક્રમ કહ્યું કે, તેમની સરકારે ગુજરાતને શિક્ષણનું હબ બનાવી દીધું છે. આ દરમિયાન તેમને 20 વર્ષ પહેલા ગુજરાતમાં કેટલી શિક્ષણ સંસ્થાઓ હતી અને અત્યારે કેટલી શિક્ષણ સંસ્થાઓ છે તે અંગેની જાણકારી આપી હતી.
શિક્ષણ અંગે કેમ બોલ્યા?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, તેઓ સત્તામાં આવશે તો તમારા બાળકને ફ્રિમાં શિક્ષણ આપીશું. આ બાબતને તેમને દિલ્હી અને પંજાબમાં સાર્થક કરીને પણ બતાવી છે. તેથી પીએમ મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતમાં તેમની સરકારે પાછલા 20 વર્ષમાં અનેક શિક્ષણ સંસ્થાઓને ઉભી કરી છે, તે અંગે માહિતી આપી હતી. ચોક્કસ રીતે ગુજરાતમાં પાછલા 20 વર્ષોમાં પ્રાઇવેટ શાળાઓ અને અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ બનાવવામાં આવી છે.
જોકે, બીજી તરફ સત્યે તે પણ છે કે 20 વર્ષમાં ગુજરાતમાં શિક્ષણ એટલું મોંઘુ થઇ ગયું છે કે, ડોક્ટર અને એન્જિનિયરિંગનું ભણવા માટે આપણા બાળકોને યુક્રેન જેવા દેશોમાં જવું પડી રહ્યું છે. આ દેશોમાં ડોક્ટરી અને અન્ય ઉચ્ચે શિક્ષણ ગુજરાત અને ભારતની સરખામણીમાં એકદમ ઓછા પૈસામાં શક્ય બની શકે છે. બીજી તરફ હાલમાં બિલાડીઓની ટોપીની જેમ ફૂટી નિકળેલી સંસ્થાઓમાં શિક્ષક તરીકે રાખવામાં આવતા વ્યક્તિઓનું પણ શોષણ કરવામાં આવે છે.
ગુજરાતમાં પ્રાઇવેટ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફિ વસૂલે છે તો બીજી તરફ તેમને શિક્ષણ આપવા માટે રાખવામાં આવતા કરાર આધારિત શિક્ષકોને નજીવો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવે છે. આ તેવા લોકો હોય છે, જેમને ઉચ્ચ શિક્ષણ લીધા પછી પણ કોઈ સારી નોકરી મળી નથી. તેથી આવા ભણેલા-ગણેલા લોકો બેકારીની મજબૂરીના કારણે પ્રાઇવેટ શાળાઓમાં પીસાતા રહે છે. ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતાં દરેક વ્યક્તિની આ એક સૌથી મોટી સમસ્યા છે. વ્યક્તિને તેના શિક્ષણ અને કામનું યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું નથી.
કોંગ્રેસ અને અપશબ્દો પર ભાષણ કેમ ?
જે પાર્ટી પાછલા 27 વર્ષથી સત્તામાંથી દૂર હોય તે પાર્ટી ઉપર જ પ્રહાર શું કેમ કરવા પડે? કેમ કે રાજ્યમાં રહેલી મોંઘવારી સહિત અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ ના કરવો પડે. સમસ્યાઓને છૂપાવવામાં સત્તાધારી પાર્ટી ખુબ જ માહિર છે. જ્યારે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો તો ગરીબ લોકોને સમસ્યા સમજીને છૂપાવી દેવામાં આવ્યા. 27 વર્ષથી સત્તામાં રહેલી બીજેપી ગરીબોના જીવન ધોરણ ઉપર લાવવાની જગ્યાએ તેમને સરળ રીતે છૂપવવામાં માને છે.
તેવી જ રીતે પીએમ મોદીએ ગુજરાતમાં પોતાના ભાષણ દરમિયાન અનેક વાતો કરી પરંતુ મૂળ સમસ્યાઓને ચોક્સાઇપૂર્વક છૂપાવી લીધી. પીએમ મોદીનું ભાષણ સાંભળીએ તો એમ જ લાગે કે, ઓહોહો… રામ રાજ્ય આવી ગયું છે અને હવે રાજ્યમાં એક પણ વ્યક્તિ ભૂખ્યા પેટે સૂતો નથી. પીએમ મોદીનું ભાષણ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે, તે સામાન્ય માણસની સમસ્યાઓથી ઘણે દૂર થઇને નિકળી જાય છે.
બીજેપીના કાર્યકાળ દરમિયાન રાજ્યની બધી જ સમસ્યાઓ ખત્મ થઇ ગઇ હોત તો આજે પીએમ મોદીને કોંગ્રેસ અને અપશબ્દો પર ભાષણ આપવું પડ્યું ના હોત. જોકે, મોંઘવારી અને બેકારી, ગરીબી, ભૂખમરો વગેરે અનેક સમસ્યાઓ તરફથી ધ્યાન હટાવવા માટે આવા ભાષણ આપવા જરૂરી છે. ભલે મોંઘવારી વધવાના કારણે સામાન્ય વ્યક્તિનું જીવન પ્રતિદિવસ દોહિલું બનતું જતું હોય. ભલે કામ-કાજના (નોકરીમાં પગાર વધી રહ્યો નથી) પૈસામાં જોઇએ તે પ્રમાણે વધારો થઇ રહ્યો ના હોય. ભલે ગરીબ અને મીડલ ક્લાસના લોકોનું જીવન ધોરણ પ્રતિદિવસ નીચું આવતું હોય.
પીએમ મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન એકપણ વખત એક પણ સમસ્યા અંગે એક પણ શબ્દનો ઉચ્ચારણ કર્યો નથી. દુનિયાભરની વાતો કરી નાંખી, ગુજરાતને એક વખત ફરીથી દેશ અને વિશ્વ માટે મોડલ ગણાવી દીધો પરંતુ સામાન્ય માણસને એક વખત ફરીથી નજર અંદાજ કરી દેવામાં આવ્યો છે.
Advertisement